કોંગ્રેસ પ્રમુખનો પાટીલને જવાબ:'અંબરીશભાઇ અમારા મજબૂત સાથી છે, 2022માં સાથે મળીને ભાજપના શાસકોને ઘર ભેગા કરીશું': અમિત ચાવડા

વડોદરા18 દિવસ પહેલા
કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમીત ચાવડા
  • જન જાગરણ અભિયાનના ભાગરૂપે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ આજે વડોદરામાં ઉપસ્થિત રહ્યા હતા

જન જાગરણ અભિયાનને લઇને કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ આજે વડોદરાની મુલાકાતે હતા. જ્યાં અંબરીશ ડેરને લઇને સી.આર. પાટીલના નિવેદનને લઇને કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમીત ચાવડાએ જણાવ્યું હતું કે, ભાજપના પ્રભારી, કાર્યકરોથી સત્તા મળે તેમ લાગતુ નથી. હંમેશા કોંગ્રેસના નેતાઓને લઇ જાય છે. આજે પ્રજા વચ્ચે જઇને મત માગી શકાય તેમ નથી. પ્રજા તેમને સ્વીકારે તેવી કોરોનાની બીજી લહેર પછીની આ સ્થિતિ નથી. એટલે ક્યાંક આવી વાહિયાત વાતો કરે છે. અંબરીશભાઇ અમારા મજબૂત સાથી છે. ભાજપ સામે 2022માં જે સંઘર્ષ થવાનો છે, એના મુખ્ય સાથી છે અને આવાનારા વર્ષમાં અમે સાથે મળીને લોકોની વચ્ચે જઇશું અને ભાજપના શાસકોને ઘર ભેગા કરીશું.

કોંગ્રેસ જનજાગૃતિ થકી લોકોને જોડવાનો પ્રયાસ કરશે
ગુજરાતમાં મોંઘવારી અને બેરોજગારી સહિતના મુદ્દે પ્રજાને પડી રહેલી મુશ્કેલીઓ અને સરકારની નિષ્ફળતાને ઉજાગર કરવા માટે કોંગ્રેસે દ્વારા શરૂ કરેલા જન જાગરણ અભિયાનના ભાગરૂપે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ આજે વડોદરામાં ઉપસ્થિત રહ્યા હતા. કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, ભાજપના શાસનમાં લોકોને માત્ર દુખી અને પરેશાની ભર્યુ જીવન મળ્યું છે. આવનારા દિવસોમાં કોંગ્રેસ જનજાગૃતિ થકી લોકોને જોડવાનો પ્રયાસ કરશે.

કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ
કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ

રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા પણ કથળી ગઇ છે
કોંગ્રેસ પ્રભારી ડૉ. રઘુ શર્માએ જણાવ્યું હતું કે, કોંગ્રેસે 14 નવેમ્બરથી ગુજરાતમાં જનજાગૃતિ અભિયાન શરૂ કર્યું છે. કોરોના કાળમાં લોકોએ પોતાના જીવ ખોયા છે. ડ્રગ્સના ખેતરો પકડાઇ રહ્યા છે. રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા પણ કથળી ગઇ છે. જેને લઇને અમે અભિયાન શરૂ કર્યું છે. અહીંથી છોટાઉદેપુર અને દક્ષિણ ગુજરાતમાં જઇશું.

જન જાગરણ અભિયાનના ભાગરૂપે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ આજે વડોદરામાં ઉપસ્થિત રહ્યા હતા
જન જાગરણ અભિયાનના ભાગરૂપે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ આજે વડોદરામાં ઉપસ્થિત રહ્યા હતા

જન જાગરણ અભિયાન દ્વારા કોંગ્રેસે લોકસંપર્ક શરૂ કર્યો
કોંગ્રેસે 14મી નવેમ્બરથી 29 નવેમ્બર સુધી દેશ વ્યાપી જન જાગરણ અભિયાન અંતર્ગત ગુજરાતના 33 જીલ્લા અને 8 મહાનગરો ઘરે ઘરે જઈ પત્રિકાઓ-સંવાદનાં માધ્યમથી પ્રજાકીય પ્રશ્નોની જાગૃતિ અને સરકારની નિષ્ફળતાને ઉજાગર કરવાના કાર્યક્રમો શરૂ થયા છે. મંદી, મોંઘવારી અને બેરોજગારીથી પરેશાન જનતા ભાજપ સરકારની છેતરપીંડીનો ભોગ બની રહી છે સહિતના મુદ્દાઓ પ્રજા સમક્ષ લઈ જવા માટે જન જાગરણ અભિયાન દ્વારા કોંગ્રેસ પક્ષ લોકસંપર્ક શરૂ કરવામાં આવ્યો છે.

જન જાગરણ અભિયાનના ભાગ રૂપે હરણી સ્થિત વિનુ જીવા પટેલ ફાર્મ ખાતે સંમેલનનું આયોજન કરાયું
જન જાગરણ અભિયાનના ભાગ રૂપે હરણી સ્થિત વિનુ જીવા પટેલ ફાર્મ ખાતે સંમેલનનું આયોજન કરાયું

હરણી સ્થિત વિનુ જીવા પટેલ ફાર્મ ખાતે સંમેલનનું યોજાયું
કોંગ્રેસ દ્વારા જન જાગરણ અભિયાનના ભાગ રૂપે હરણી સ્થિત વિનુ જીવા પટેલ ફાર્મ ખાતે સંમેલનનું આયોજન કરાયું હતું. જેમાં પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ, વિપક્ષના નેતા પરેશ ધનાણી, પૂર્વ પ્રમુખ ભરતસિંહ સોલંકી, સિદ્ધાર્થ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...