જળબિલાડી:પહેલીવાર વઢવાણા તળાવમાં જળ બિલાડી દેખાતા અચરજ

વડોદરા15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શહેરના 2 ફોટોગ્રાફર ફોટો ક્લિક કરવામાં સફળ રહ્યાં

પક્ષીતીર્થ વઢવાણા ખાતે સંખ્યાબંધ પક્ષીઓનું શિયાળામાં આગમન થતું હોય છે. જોકે 14મી નવેમ્બર, રવિવારે પહેલીવાર વઢવાણા તળાવ ખાતે જળબિલાડી ક્લિક કરવામાં આવી હતી. શહેરના ફોટોગ્રાફર અજય પરમાર અને અંકિત શાહને તેના પાંચેક જેટલા ફોટોગ્રાફ્સ ક્લિક કરવામાં સફળતા મળી હતી. આ વિશે વાત કરતાં અજય પરમારે જણાવ્યું કે, અમે રવિવારે સવારે 11 વાગ્યાના સુમારે કાળી તલાવડી ટાવર ખાતે હતા. દરમિયાન બાઇનોક્યૂલરથી પક્ષીઓ નિહાળતા હતા ત્યારે અચાનક અમારી નજર આ જળબિલાડી પર પડી હતી. પહેલાં તો અમને માન્યામાં આવતું ન હતું.

તે સાડા ચાર ફૂટ જેટલી લાંબી હતી. અમે તુરંત જ અમારા કેમેરા ઉઠાવ્યા અને 7થી 10 સેકન્ડમાં ફોટોગ્રાફ્સ ક્લિક કર્યા. ત્યારબાદ તે હળવેકથી બીજી તરફના તળાવના પાણીમાં ગરક થઇ ગઇ હતી. જ્યારે અંકિત શાહે કહ્યું હતું કે, અમારી વચ્ચે કિલોમીટરના ત્રીજા ભાગનું (300 મીટર) જેટલું અંતર હતું. હજી સુધી મહીસાગર અને નર્મદા નદીમાં જળબિલાડી સ્પોટ થઇ છે, પણ વઢવાણામાં કેવી રીતે આવી તે નવાઇનો અને સંશોધનનો પણ વિષય છે.’

અન્ય સમાચારો પણ છે...