ચર્ચાનો વિષય:અમાસ નડીઃ સિટી ઇજનેરે ચાર્જ લીધો પણ ખુરશી પર ન બેઠા!

વડોદરા6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઇન્ચાર્જ તરીકે મજમુદારની નિમણૂક
  • વિવિધ ગ્રાન્ટના કામોના રિવ્યુ કરવાનું શરૂ કર્યું

પાલિકામાં સિટી એન્જિનિયર તરીકે ફરજ બજાવતા શૈલેષ મિસ્ત્રી સોમવારે વયનિવૃત થતાં હવાલાના સિટી એન્જિનિયર તરીકે અલ્પેશ મજમુુદારને ચાર્જ સોંપાયો છે. બુધવારે અમાસ હોવાથી તેઓએ ચાર્જ તો લીધો હતો પરંતુ ખુરશી પર બેસવાનું ટાળ્યું હતું.

હવાલાના સિટી એન્જિનિયર શૈલેષ મિસ્ત્રીની જગ્યાએ અલ્પેશ મજમુદારને સિટી એન્જિનિયર તરીકેનો ચાર્જ સોપાયો છે. અલ્પેશ મજમુદારના નામની સોમવારે સાંજે જાહેરાત કરવામાં આવી હતી. ત્યારબાદ મંગળવારે મહાશિવરાત્રીની રજા હતી. બુધવારે સવારે હંગામી સિટી એન્જિનિયર અલ્પેશ મજમુદારે ચાર્જ લઈ કામગીરી શરૂ કરી હતી. તેઓએ ગ્રાન્ટના કામોના રિવ્યુ કરવાનું શરૂ કર્યું હતું. પરંતુ બુધવારી અમાસ હોવાના કારણે તેઓએ ઓફિસની ખુરશી ખુરશી પર બેસવાનું ટાળ્યું હતું. જે ચર્ચાનો વિષય બન્યો હતો.

અન્ય સમાચારો પણ છે...