તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વડોદરામાં વધુ એક લવ જેહાદ:અમાનતુલ્લાહે રાજા તરીકે ઓળખ આપી સગીરાને પ્રેમજાળમાં ફસાવી; વિવિધ સ્થળે લઇ જઇ દુષ્કર્મ કર્યું

વડોદરા11 દિવસ પહેલા
  • કૉપી લિંક
આરોપી અમાનતુલ્લાહ ઉર્ફે રાજાની તસવીર - Divya Bhaskar
આરોપી અમાનતુલ્લાહ ઉર્ફે રાજાની તસવીર
  • ચાઇનીઝની લારી પર સગીરાને પહેલીવાર મળ્યો હતો
  • મોબાઇલ નંબર લીધા બાદ સતત કોલ કરી સંપર્ક વધાર્યો

શહેરના છાણી વિસ્તારમાં રહેતી 15 વર્ષીય સગીરાને પ્રેમજાળમાં ફસાવી 20 વર્ષીય મિકેનીક વિધર્મી યુવકે લગ્નની લાલચ આપી દુષ્કર્મ કરતાં પોલીસે ગુનો નોંધી યુવકને ઝડપી પાડયો હતો. તપાસમાં બહાર આવ્યું હતું કે હેલીવારે ચાઇનીઝની લારી પર સગીરાને જોઇને અમાનતુલ્લાહે પોતાની ઓળખાણ રાજા તરીકે આપી દોઢ વર્ષથી પ્રેમજાળમાં ફસાવી હતી. ત્યારબાદ વિવિધ સ્થળે લઇ જઇ દુષ્કર્મ કર્યું હતું.

દોઢ વર્ષ પહેલા પ્રેમમાં ફસાવી હતી
છાણીમાં રહેતી 10માં ધોરણનો અભ્યાસ કરી ચુકેલી 15 વર્ષીય સગીરાને રણોલીમાં રહેતા મુળ બિહાર દરભંગાના અમાનત તુલ્લાહ ઉર્ફે રાજા મનસુરઆલમએ પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ કર્યા બાદ તેને લગ્નની લાલચ આપી પોતાના વતન દરભંગા લઇ ગયો હતો પણ પોલીસને જાણ થઇ જતાં પરિવારને જાણ કરી બંનેને ફ્લાઇટમાં વડોદરા પરત બોલાવ્યા હતા. પોલીસ અને હિન્દુ સંગઠનોએ સગીરાની પુછપરછ કરતાં જાણવા મળ્યું હતું કે દોઢ વર્ષ પહેલા અમાનત તુલ્લાહે સગીરાને પહેલીવાર ચાઇનીઝની લારી પર જોઇ હતી અને ત્યાં સામે ચાલીને તેણે પોતાની ઓળખાણ રાજા તરીકે આપી પ્રેમજાળમાં ફસાવી હતી અને મોબાઇલ નંબર લઇ લીધો હતો.

અનેક જગ્યાએ લઈ જઈ દુષ્કર્મ કર્યું
તેણે ત્યારબાદ સગીરાને ફોન કરવાના શરુ કર્યા હતા અને તેને અલગ અલગ દિવસે માર્ચ મહિનામાં દશરથના અવાવરું રુમમાં લઇ ગયો હતો અને ત્યાં દુષ્કર્મ કર્યું હતું.ત્યારબાદ તેને મહાદેવ નગર રોડ વાળા ઘાસના ખેતરમાં લઇ જઇ ત્યાં પણ દુષ્કર્મ કર્યું હતું. ત્યારબાદ તે 10માં ધોરણની પરીક્ષાનું છેલ્લું પેપર આપીને આવતી હતી ત્યારે પણ અમાનતુલ્લાહ સગીરાને દુમાડ હાઇવે પર આવેલા ખેતરમાં લઇ ગયો હતો અને ત્યાં પણ તેણે સગીરા સાથે દુષ્કર્મ કર્યું હતું.

પોલીસ સંપર્કમાં હોવાથી અમાનતુલ્લાહ ગભરાયો
ત્રણ મહિના પહેલા સગીરાને લગ્નની લાલચ આપી દુષ્કર્મ કરનારા અમાનતુલ્લાહ ગત 2 તારીખે સગીરાને લગ્નની લાલચ આપી તથા ફરવા જવાના બહાને ઘેરથી લઇ ગયો હતો અને ટ્રાવેલ્સની બસમાં બિહાર પટના જવા રવાના થયો હતો. જો કે પોલીસે અમાનતુલ્લાહના બંને ભાઇઓની કડક પુછપરછ કરી તે દરભંગા પહોંચે કે તુરત જ બંનેને ફ્લાઇટમાં વડોદરા આવવા જણાવી દીધું હતું. જેથી અમાનતુલ્લાહ ગભરાયો હતો અને લગ્ન સહિતની કોઇ પણ બાબતો અંગે સગીરા સાથે વાતચીત કરી શકયો ન હતો.

પરપ્રાંતિયે સગીરાના ભોળપણનો લાભ ઉઠાવ્યો
હિન્દુ સંગઠનોએ સગીરાનું કાઉન્સેલિંગ કર્યું હતું જેમાં જાણવા મળ્યું હતું કે 15 વર્ષીય સગીરા સધી સાદી તથા ભોળી છે, તેનો ફાયદો અમાનતુલ્લાહે ઉઠાવ્યો હતો. સગીરાને પ્રેમજાળમાં ફસાવી તેની સાથે દુષ્કર્મ કર્યું હતું અને લગ્નની લાલચ આપી અપહરણ પણ કર્યું હતું. પોલીસે અમાનતુલ્લાહની હાલ અટકાયત કરી તેનો કોવિડ ટેસ્ટ કરાવાની તજવીજ કરી હતી કોવિડ રિપોર્ટ બાદ તેના રિમાન્ડ મેળવી વધુ તપાસ કરાશે.