વડોદરાની વિખ્યાત એમ.એસ.યુનિવર્સિટીના ભૂતપૂર્વ વિદ્યાર્થી રહી ચુકેલા અને નોબેલ પુરસ્કાર વિજેતા પ્રોફેસર વેંકટરામન રામાક્રિષ્ણન (વેંકી)ને બ્રિટનના પ્રતિષ્ઠિત 'ઓર્ડર ઓફ મેરિટ'થી સન્માનિત કરવામાં આવ્યા છે. બ્રિટનના રાજા ચાર્લ્સે તેમને વિજ્ઞાનના ક્ષેત્રમાં તેમના યોગદાન માટે આ સન્માન આપ્યું છે.
બ્રિટનના રાણી કે રાજા દ્વારા સન્માન મળે છે
ઉલ્લેખનીય છે કે વેંકટરામન રામકૃષ્ણન ભારતીય મૂળના છે છે. રાણી એલિઝાબેથ દ્રિતિયએ ગત સપ્ટેમ્બર મહિનામાં તેમના નિધન પહેલાં ઐતિહાસિક ક્રમમાં ઉલ્લેખિત છ વ્યક્તિઓમાં મોલેક્યુલર બાયોલોજીસ્ટ રામકૃષ્ણનનો સમાવેશ થાય છે. આ વિશેષ સન્માન બ્રિટનની રાણી અથવા મહારાજા દ્વારા આપવામાં આવે છે.
બ્રિટનના પેલેસ દ્વારા જાહેરાત કરાઇ
આ સન્માન અંગે બકિંગહામ પેલેસ તરફથી જણાવવામાં આવ્યું હતું કે, મહારાજા છ વ્યક્તિઓને 'ઓર્ડર ઓફ મેરિટ' એનાયત કરીને ખુશ છે. સશસ્ત્ર દળો, વિજ્ઞાન, કલા, સાહિત્ય કે સંસ્કૃતિના સંવર્ધનમાં વિશેષ યોગદાન આપનારને આ સન્માન આપવામાં આવ્યું છે.
યુ.કે.માં કોરોના એક્સપર્ટ ગ્રૃપના ચેરમેન રહ્યા
વેંકટરામન રામાક્રિષ્ણન (વેંકી)નો જન્મ ભારતના તમિલનાડુમાં થયો હતો. તેમને 2009માં રસાયણશાસ્ત્રમાં નોબેલ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. સમગ્ર વિશ્વ કોરોના વાયરસના ભરડામાં હતું ત્યારે યુ.કે. સરકારે કોરોના એક્સપર્ટ ગ્રુપની રચના કરી હતી. અને કોરોના એક્સપર્ટ ગ્રુપના ચેરમેન તરીકે વેંકટરામન રામક્રિષ્નનની વરણી કરાઈ હતી.
વડોદરામાં સ્કૂલ અને કોલેજનું શિક્ષણ લીધું
નોંધનીય છે કે વડોદરાની કોન્વેટ જિજસ મેરી સ્કૂલ તથા એમ.એસ.યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટીમાંથી એમ.એસ.સીની ડિગ્રી મેળવ્યા બાદ ઉચ્ચ અભ્યાસ માટે વેંકી યુકેમાં સ્થાયી થયેલા થયા હતા. તેઓ ભૂતકાળમાં ફતેંગજની કોન્વેટ જિજસ મેરી સ્કૂલમાં અભ્યાસ કર્યો હતો અને એમ.એસ.યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટીમાં અભ્યાસ કર્યો હતો તે વર્ગોની પણ મુલાકાત લઇ તેના ફોટો ક્લિક કર્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.