માગ:100% ખર્ચ બિલ્ડરે કરવાનો હતો છતાં પાલિકાની પાઇપનો વપરાશ

વડોદરા3 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પાલિકાની સભામાં પાણી પુરવઠા સમિતિના અધ્યક્ષે ભાંડો ફોડ્યો
  • ​​​​​​​વડસરની વુડ્સ વિલે સોસાયટીના બિલ્ડર વિરુદ્ધ FIR કરાવવાની માગ

શહેરમાં દિવાળી બાદ પણ પાણીનો પ્રશ્ન યથાવત્ છે તેવો ઘટસ્ફોટ પાલિકાની સભામાં થયો હતો તો પાલિકાના ચીહ્નવાળી પાઇપલાઇનનો વપરાશ કરનાર એક બિલ્ડર વિરૂધ્ધ પોલીસ ફરિયાદ કરવાની માંગ પાણી પુરવઠા સમિતિના અધ્યક્ષ દ્વારા કરાઈ હતી.મેયર કેયુર રોકડીયાના અધ્યક્ષપદે મળેલી પાલિકાની સભામાં કોંગ્રેસના કોર્પોરેટર જહા દેસાઈએ જણાવ્યું હતું કે છેલ્લા પંદર દિવસથી પાણીનો કકળાટ અમારા વિસ્તારમાં છે. અધિકારીઓ આવે છે તો પણ અવનવા જવાબ મળી રહ્યા છે અને ઓછા ભાવના કારણે મેન્ટેનન્સ માટે કોઈ કામ કરવા તૈયાર નથી એવો જવાબ અધિકારી આપી રહ્યા છે.

ખાસ કરીને 45 ટકા નીચા ભાવના કારણે કોઈ કામ કરવા તૈયાર ન થતાં સ્થિતિ બગડી છે. હું ઊંઘમાં પણ પાણી પાણી બબડયો હતો અને મારી પત્નીએ પાણી જોઈએ છે તેવો સવાલ કર્યો હતો.આ રજૂઆત ના સમર્થનમાં પૂર્વ વિપક્ષી નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે ખોટા એસ્ટીમેટ બનાવા્યા છે અને લીકેજ મરામત માટે જેસીબી જોડે જ એસ્ટીમેટ બનાવવો જોઇએ.અમી રાવતે ગાજરાવાડી એસ ટી પી ના એસ્ટીમેટ પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે,

પાંચ વર્ષ પહેલા પ્રતિવર્ષ રૂપિયા એક કરોડના ખર્ચે જે કામ સોંપાયું હતું તે જ ફરી વખત વર્ષે 55 લાખ રૂપિયાના ખર્ચે અપાયું છે તો કયો સાચો અને કયો એસ્ટીમેટ ખોટો તેવો સવાલ ઉઠાવ્યો હતો.લીકેજ મરામત માટે જેસીબી જેટલો સમય ઉભો રહેશે તેટલું ભાડું વધશે એવી ટકોર કરી હતી. તેમણે અડધા શહેરને ગંદુ પાણી પીવડાવનાર પૂજા કન્ટ્રકશન ને કોર્ટમાંથી ચુકાદો આવતા પાલિકાએ કામ આપવું પડ્યું એવી પણ માહિતી મૂકી હતી.બીજી તરફ, ભાજપના જાગૃતિ કાકાએ પાણીની સમસ્યાના ઉકેલ તો બાળુ સુર્વે એ પણ ગંદા પાણી માટે ફરિયાદ કરી હતી.

પાલિકાની પાણી પુરવઠા સમિતિના અધ્યક્ષ મનીષ પગારે જણાવ્યું હતું કે લીકેજ મરામત માટે પ્રોજેક્ટ અને ઝોન એકબીજા પર જવાબદારી થોપે છે ત્યારે ચોક્કસ જવાબદારી નક્કી કરવી પડે કારણ કે તેના કારણે પાણીનો વેડફાટ થાય છે તેવી રજૂઆત કરતા મેયરે તમને જવાબદારી સોંપી છે તેવો જવાબ આપ્યો હતો. મનીષ પગારેએ 100 ટકા બિલ્ડરના ખર્ચે પાણીની લાઇન નાંખવાની હોય તો પાઇપ કોની હોય તેવો સવાલ કર્યો હતો.

​​​​​​​વડસરની વુડ્સ વિલે સોસાયટીમાં પાલિકાના માર્કાવાળી પાઇપનો ઉપયોગ થયો છે ત્યારે તેવા બિલ્ડર સામે પોલીસ કેસ કરવો જોઇએ અને તેના ફોટા પણ લીધા છે. આ અંગે પાલિકાના એક અધિકારી કહે છે કે ભૂલથી લોગો લાગ્યો હશે. આ મામલે તપાસ કરવાની ખાતરી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...