તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ડ્રગ્સ માફિયા કેસ:રિચાર્ડે અલ્તાફને 5 લાખ આપ્યા બાદ હોસ્પિટલમાંથી ભગાડવામાં આવ્યો હતો, કોરોના ટેસ્ટ નેગેટિવ આવતા ધરપકડ કરી

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
આરોપી રિચાર્ડની તસવીર - Divya Bhaskar
આરોપી રિચાર્ડની તસવીર
  • રિચાર્ડની પત્ની હોંગકોંગમાં બ્યૂટીપાર્લર ચલાવે છે, 2 બાળકો કેનેડામાં અભ્યાસ કરે છે
  • ડ્રગ્ઝ માફિયો રિચાર્ડ લોકઅપમાં દાલ-રાઇસ ખાઇ લે છે

ડ્રગ્ઝ માફીયા રિચાર્ડને હોંગકોંગથી વડોદરા લાવવામાં આવ્યાં બાદ હાલ એસઓજી દ્વારા તેની ઘનિષ્ઠ પૂછપરછ કરવામાં આવી રહી છે. પ્રાથમિક પૂછપરછમાં રિચર્ડે રૂા.5 લાખ પોતાના સાગરીત મારફતે અલ્તાફને આપ્યાં બાદ તેને ભાગવામાં સફળતા મળી હોવાનું તેણે જણાવ્યું હતું.

એસઓજી પી.આઇ.એસ.જી. સોલંકીએ જણાવ્યું હતું કે, રિચર્ડનો કોરોના ટેસ્ટ નેગેટીવ આવ્યો છે રિચાર્ડને ભગાડનાર શખ્સોની અગાઉ ધરપકડ થઇ ચૂકી છે અને રિચર્ડની પૂછપરછમાં તેણે રૂા.5 લાખ આપ્યા હોવાનું જણાવતાં તે દિશામાં હાલ તપાસ કરવામાં આવી રહી છે. રિચાર્ડને ભગાડવામાં અમદાવાદના ત્રણ અને સુરતના પાંચ શખ્સની સંડોવણી હતી, જેમાં અલ્તાફને રૂા.5 લાખ આપવામાં આવ્યાં હતાં એટલે તે અંગે તપાસ કરવામાં આવશે. તપાસમાં રિચાર્ડની પત્ની હોંગકોંગમાં બ્યુટી પાર્લર ચલાવતી હોવાનું અને તેના બે સંતાનો હાલ કેનેડા ખાતે અભ્યાસ કરતાં હોવાનું તપાસમાં જણાયું છે. રિચાર્ડ ઇગ્લીશ બાષા સારી રીતે જાણે છે અને લોકઅપમાં તે દાલ રાઇસ ખાઇ લે છે.

રિચાર્ડ વારંવાર ભારત આવતો હતો
કેનેડાની નાગરીકતા ધરાવતાં રિચાર્ડ બાબતે જે તે સમયે વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે, ભારતના જણાવ્યા પ્રમાણે રિચાર્ડ ને ખાસ કોઇ મદદ કરવામાં આવી નથી. જ્યારે એનસીબીએ જણાવ્યું હતું કે, રિચાર્ડ વારંવાર ભારતમાં આવ્યો હતો. ડ્રગ્ઝ સિન્ડિકેટ કેરીયરનો ઉપયોગ કરી ડ્રગ્ઝ અન્ય દેશમાં મોકલતાં હતા.

રિચાર્ડ નેપાળ પોલીસને 3 હજાર ડોલર ખવડાવીને બેંગકોંક ભાગી ગયો હતો
સયાજી હોસ્પિટલમાંથી ભાગેલો રિચર્ડ નેપાળમાં ઝડપાયો હતો પરંતુ નેપાળ પોલીસને 3 હજાર ડોલરની લાંચ આપી હતી તે બેંગકોક ભાગી ગયો હતો. ભેજાબાજ રિચાર્ડ કેનેડાની નાગરીકતા મેળવવા માટે તે ખ્રિસ્તી હોવાના કારણે ચાઇનામાં તેને ખતરો છે તેવું કારણ જણાવી નિરાશ્રીત તરીકેની અરજી કર્યા બાદ તેને પત્ની ઝુ લિ ચાંગ સાથે કેનેડાની નાગરીકતા મળી હતી. બેંગકોકં પહોંચ્યા બાદ રિચાર્ડ ત્યાં નકલી ઓળખપત્ર બનાવ્યું હતું હોંગકોંગમાં ઘુસવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તે ઝડપાઇ ગયો હતો અને ત્યાર બાદ તેને નકલી ઓળખપત્ર બનાવીને ઘૂસવાના આરોપસર તેને 8 મહિનાની સજા થઇ હતા.

પાસમાં હોંગકોંગમાં તેના ત્રણ બોગસ કેનેડિયન પાસપોર્ટ હોવાની પણ જાણ થઇ હતી, તપાસ બાદ હોંગકોંગમાં તેની 9.5 કરોડ હોંગકોંગ ડોલરના મની લોંડરિંગના કેસમાં તેની ધરપકડ થયા બાદ તેને ચાર વર્ષની સજા અદાલતે ફટકારી હતી. તા. 21મી માર્ચ, 2015માં તેની સજા પૂરી થતાં ભારત સરકારે તેની અટકાયત કરવાના પ્રયાસો શરૂ કર્યા અને આખરે બે દિવસ પહેલા તેનો કબજો ભારતને સોંપવામાં આવ્યો હતો.

ડ્રગ્ઝ કેરિયરને 40 હજાર આપવામાં આવતા હતા
​​​​​​​
​​​​​​​રિચાર્ડ તેમજ અન્ય આરોપીઓની પૂછપરછમાં ખુલવા પામ્યું હતું કે, ડ્રગ્ઝને વિદેશ મોકલવા માટે યુવક અને યુવતીઓનો કેરીયર તરીકે ઉપયોગ થતો હતો. જાપાન, તાિવાન અને ઉત્તર અમેરીકામાં ડ્રગ્ઝનો જથ્થો લઇ જવા માટે કેરીયરને રૂા.40 હજારની રકમ ચૂકવવામાં આવતી હતી. રિચાર્ડ ની હોંગકોંગમાં ધરપકડ થયા બાદ ચીન અને હોંગકોંગ પોલીસે ઘનિષ્ઠ તપાસ શરૂ કરી હતી. ચીનના બેઇજિંગમાંથી સોઇ શીટ ત્સાંગની ધરપકડ કરવામાં આવ્યાં બાદ અન્ય સાતની થઇ હતી.

અન્ય સમાચારો પણ છે...