તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હિસ્ટરીશિટર:ડ્રગ માફિયા રિચાર્ડે ભગાડવાના રૂપિયા ન આપતાં અલ્તાફે 3 દિવસ પૂરી રાખ્યો હતો

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કુખ્યાત ડ્રગ માફિયાના રિમાન્ડ પૂરા થતાં તેને જેલમાં ધકેલી દેવાયો
  • મૂળ ચાઇનાના ક્ષી જિંગ ફેંગનો દેખાવ રિચ લાગતો હોવાથી તેનું નામ રિચાર્ડ પડ્યું

કુખ્યાત ડ્રગ માફિયા રિચાર્ડના સોમવારે રિમાન્ડ પૂરા થતાં અદાલતમાં રજૂ કરી સેન્ટ્રલ જેલમાં ધકેલી દેવાયો હતો. વડોદરાથી ભાગવાના કેસમાં એસઓજી પોલીસે રોજ 5-6 કલાક અંગ્રેજીમાં પૂછપરછ કરી માહિતી ઓકાવી હતી. જેમાં બહાર આવ્યું હતુ ંકે, વડોદરાની જેલમાં 3 વર્ષ રહ્યા બાદ ં તેણે સુરત બ્લાસ્ટના આરોપી મુસ્તાક પટેલ સાથે 6 લાખમાં ભગાડવાનો સોદો કર્યો હતો. જોકે તેણે પૈસા ન આપતાં અલ્તાફે 3 દિવસ પૂરી રાખ્યો હતો.

પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું કે ક્ષી ઝિંગ ફેંગ ઉર્ફે રીચાર્ડ મુળ ચાઇનીઝ મુળનો કેનેડીયન નાગરીક છે અને કેથોલીક ધર્મના કારણે ચીનમાં થતી હેરાનગતીથી કંટાળી તે કેનેડામાં રેફ્યુઝી તરીકે રહેતો હતો અને ત્રણ વર્ષ બાદ તેને કેનેડાની નાગરીકતા મળી હતી. ત્યાં તેનો દેખાવ રીચ લાગતો હોવાથી કેનેડીયન નાગરીકો તેને રીચાર્ડના નામે બોલાવતા હતા અને તેથી તેનું ઉપનામ રીચાર્ડ પડયું હતું.

12 કરોડના ડ્રગ સાથે એનસીબીના હાથે ઝડપાયેલા કુખ્યાત ડ્રગ માફિયા રિચાર્ડની હાલ વડોદરા શહેર એસઓજી પોલીસ રોજ 5 કલાક પૂછપરછ કરી રહી છે.ચાર દિવસના રિમાન્ડ દરમિયાન તેણે પોતાને એસએસજી હોસ્પિટલમાંથી ભગાડવા માટે મદદગારી કરનારા 3 શખ્સોના ફોટા બતાવતા તમામને ઓળખી બતાવ્યા હતા અને તે કઇ રીતે ભાગ્યો અને કોણે કઇ રીતે મદદકરી તેની ચોંકાવનારી માહિતી આપી હતી. દરમિયાન સોમવારે તેના રિમાન્ડ પુરા થતાં તેને અદાલતમાં રજુ કરી જેલમાં ધકેલી દેવાયો હતો.

રિચાર્ડ વડોદરાથી ભાગ્યો ત્યારબાદ શું થયું
રિચાર્ડે ભાગવાનો પ્લાન બનાવ્યા બાદ તેણે 2008ના સુરત બોંબ બ્લાસ્ટના આરોપી મુસ્તાક પટેલ સાથે ભાગવાનું કાવતરું રચી 6 લાખમાં સોદો થયો હતો. પ્લાન મુજબ મુસ્તાકે તેના સુરતના ભાણિયા નાસીરને વડોદરા બોલાવ્યો હતો અને એસએસજીમાં જાપ્તા સાથે જઇ તેની સાથે મુલાકાત કરી તે પરત આવ્યો હતો. અલ્તાફ સાથે ફોનથી સંપર્કમાં રહેવાની વ્યવસ્થા જેલના નાસીર નામના આરોપીએ કરી ફોન-સિમકાર્ડ આપ્યું હતું. પ્લાન મુજબ ફિઝિયોની ચકાસણી કરવા રિચાર્ડ હોસ્પિટલમાં ગયા બાદ પરત ફરતાં એસએસજી બહાર રોડ પર ચા-નાસ્તો કરી મુસ્તાકના ઇશારે બાઇક પાછળ રિચાર્ડ બેસી ગયો હતો. હાઇવે પર અગાઉથી રાહ જોતી કારમાં બેસી સુરત આવ્યો હતો.

નેપાળથી હોંગકોંગ જવા મલેશિયન પાસપોર્ટ બનાવ્યો
સુરતમાં અલ્તાફે રિચાર્ડ નક્કી કરેલા પૈસા ન ચૂકવે ત્યાં સુધી 3 દિવસ એપાર્ટમેન્ટમાં પૂરી રાખ્યો હતો. આખરે રિચાર્ડની પત્ની કેલીએ હવાલા મારફતે 60 હજાર ચૂકવી બાકીના નેપાળમાં ચૂકવશે તેમ જણાવતાં રિચાર્ડ અને અલ્તાફ સહિતના શખ્સો રાતભર ડ્રાઇવિંગ કરી નેપાળ પહોંચ્યા હતા. જ્યાં રિચાર્ડે પૈસા ચૂકવી દીધા હતા. ત્યારબાદ પરિવારને મળવા રિચાર્ડે નેપાળથી હોંગકોંગ જવા વિયેતનામી વિઝાના સ્ટેમ્પવાળો મલેશિયન પાસપોર્ટ બનાવ્યો હતો અને 2 મહિના કાઠમંડુની ફાઇવ સ્ટાર હોટલમાં રોકાયો હતો. ત્યારબાદ હોંગકોંગ જતી વખતે તેને બનાવટી પાસપોર્ટ બદલ એરેસ્ટ કરાયો હતો. ત્યાં 5 મહિના જેલમાં રહી તે ફરીથી પાસપોર્ટ બનાવી હોંગકોંગ ગયો હતો.

હોંગકોંગ ગયા બાદ 2 વખત સજા થઇ
પરિવારને મળવા માટે ભારે ધમપછાડા કરતો રિચાર્ડ પરિવાર સુધી પહોંચવા હોંગકોંગથી ગુઆગંડોંગ પ્રોવિન્સમાં આવેલ સેનઝેન સીટીમાં જવા માટે શીપ દ્વારા ગયો હતો પણ ત્યાંની ઓથોરીટીને વિયેતનામી વિઝા યોગ્ય ના જણાતાં તેને પરત હોંગકોંગ મોકલાયો હતો. જ્યાં તેની ઇમીગ્રેશન વિભાગ દ્વારા ધરપકડ કરાઇ હતી અને બોગસ પાસપોર્ટના કેસમાં તે 5 મહિના 1 દિવસ માટે હોંગકોંગ જેલમાં રહ્યો હતો. ત્યારબાદ તેણે અગાઇ કરેલા ગોલ્ડ ટ્રેડીંગના ધંધામાં થયેલા મની લોન્ડરીંગના કેસમાં પકડવામાં આવ્યો હતો અને તેને 6 વર્ષ તથા 6 દિવસની સજા થઇ હતી. પણ તેની સારી વર્તણૂકના કારણે 4 વર્ષ અને 4 દિવસમાં તે છૂટી ગયો હતો.

અન્ય સમાચારો પણ છે...