શિક્ષણ:વિદ્યાર્થીઓના સરવેનું પણ તારણ : માત્ર ફાઇનલ યરના સ્ટુડન્ટ્સની એક્ઝામ લો

વડોદરા3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • પરીક્ષા અંગે વિદ્યાર્થીઓનો મત જાણવા માટે સરવે હાથ ધરાયો
  • સરવેમાં 22 રાજ્ય-32 કેન્દ્રશાસિત પ્રદેશના વિદ્યાર્થીઓએ ભાગ લીધો

કોરોના મહામારીને કારણે સર્જાયેલી સ્થિતિમાં એક્ઝામ લેવા બાબતે એમ.એસ. યુનિવર્સિટીના વિદ્યાર્થીઓનો મત જાણવા માટે ગુગલ ફોર્મ જનરેટ કરવામાં આવ્યું હતું. ગુગલ ફોર્મમાં ત્રણ મહત્ત્વના જવાબોના વિકલ્પ સાથે પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા.  વિકલ્પોમાં  1 - યુનિવર્સિટીએ એક્ઝામ લેવી જોઈએ નહિ. તાજેતરની સ્થિતિને ધ્યાને રાખીને બીજા સેમેસ્ટરમાં પ્રમોટ કરવા જોઈએ. 2 -  યુનિવર્સિટીએ એક્ઝામ લિમિટેડ કોર્સ સાથે તકેદારીનાં તમામ પગલાં સાથે લેવી જોઈએ. 3 - યુનિવર્સિટીએ ફાઇનલ યરમાં ભણતા વિદ્યાર્થીઓની તમામ ફેકલ્ટીઓમાં એક્ઝામ લેવી જોઈએ. બાકીના તમામ વિદ્યાર્થીઓને બીજા સેમેસ્ટરમાં પ્રમોટ કરવા જોઈએ, ને સમાવવામાં આવ્યા હતા. યુનિ. યુજીએસ રાકેશ પંજાબી અને વીપી કક્ષા પટેલ દ્વારા ગુગલ ફોર્મ જનરેટ કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓએ એક્ઝામ બાબતે યુનિવર્સિટીએ ફાઇનલ યરમાં ભણતા વિદ્યાર્થીઓની તમામ ફેકલ્ટીઓમાં એક્ઝામ લેવી જોઈએ. બાકીના તમામ વિદ્યાર્થીઓને બીજા સેમેસ્ટરમાં પ્રમોટ કરવા જોઈએના વિકલ્પ પર વધારે સમર્થન આપ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...