તપાસ:સલાઉદ્દીન-ઉમરના રોહિંગ્યા સાથેના સંબંધોની પણ તપાસ

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સલાઉદ્દીન અને ઉમર ગૌતમને અલગ-અલગ બેસાડી પૂછપરછ

ધર્માંતરણ અને ફન્ડિંગ મામલાની તપાસ કરી રહેલી એસઆઇટીએ શનિવારે મધરાતે સલાઉદ્દીન અને ઉમર ગૌતમના 7 દિવસના રિમાન્ડ મેળવી રવિવારે બંનેની ઊંડી પૂછપરછ શરૂ કરાઇ હતી. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, રવિવારે સલાઉદ્દીન અને ઉમર ગૌતમને અલગ-અલગ બેસાડીને બંનેની ઊંડી પૂછપરછ કરાઇ હતી અને ઊંડાણપૂર્વક નિવેદન લેવાયું હતું. દિલ્હીમાં થયેલા કોમી તોફાનોમાં આરોપીઓને છોડાવવા સલાઉદ્દીને ફન્ડિંગ કર્યું હોવાના મુદ્દે તપાસ શરૂ કરાઇ હતી. બંનેના રોહિંગ્યા સાથેના સંબંધોની પણ શંકા છે. રોહિંગ્યાને ફંડિંગ કરાયું છે કે કેમ તેની પણ તપાસ કરાશે.

પોલીસે સલાઉદ્દીન આફમી ટ્રસ્ટનો મુખ્ય ટ્રસ્ટી હોવાથી તે મુખ્ય સૂત્રધાર હોવાનું અને ઉમર અને અન્ય મળતિયા સાથે મળી 2017 થી અત્યાર સુધી 80 કરોડ અલગ-અલગ દેશોમાંથી જે મળી છે તે રકમ ક્યાં વાપરી છે તેની પુછપરછ કરી હતી. જ્યારે આગામી સમયમાં દુબઈના મુસ્તુફા શેખ પાસેથી મુંબઈના રાહુલ ઉર્ફે ઈમરાનના મારફતે હવાલાથી આરોપીએ 60 કરોડ મેળવ્યા છે તેની પણ તપાસ કરાશે. 2019માં સેફાયર હોટલમાં ઉમર, સલાઉદ્દીન સહિત અન્ય લોકો વચ્ચે મિટિંગ થઈ હતી.

તે મુદ્દે તપાસ કરવા ઉપરાંત ભૂજમાં આવેલા ભૂકંપમાં આરોપીઓ દ્વારા ખરીદાયેલી જમીનની તપાસ ઉપરાંત મંસુરી મહોમદ દ્વારા મેરાજ એપાર્ટમેન્ટની અંદર એક ફ્લેટ લેવાયો હતો, જે ફ્લેટ માટે અપાયેલા રૂપિયાનો ચેક ક્લીયર થયો ન હતો, છતાં તે ફ્લેટ હજુ મંસુરી મહોમદ પાસે છે તો તે અંગે તપાસ કરવા માગી રહી છે.

ઉમર ગૌતમ એમએસસી સુધી ભણેલો છે 1984માં મુસ્લિમ ધર્મ અંગીકાર કર્યો હતો
પોલીસે રવિવારે દિવસભર સલાઉદ્દીન શેખ અને ઉંમર ગૌતમની ઊંડી પૂછપરછ કરી તેમના પરિવાર ની જાણકારી તથા તેઓ કઈ કઈ સંસ્થા માં ક્યારથી સંકળાયેલા છે તે વિશે ઊંડી પૂછપરછ કરી હતી પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે ઉંમર ગૌતમ યુપી ફતેપુર નો છે અને મૂળ રાજપૂત છે 1984માં તેણે મુસ્લિમ ધર્મ અંગીકાર કર્યો હતો અને વર્ષોથી ત્યારબાદ તે દિલ્હી માં રહેતો હતો ઉમર ગૌતમ એમએસસી સુધી ભણેલો છે અને એમએસસીના પહેલા વર્ષમાં તેણે અભ્યાસ છોડી દીધો હતો.

આજે યુકેના અને મૂળ ભરૂચના અબ્દુલ્લા ફેફડાવાળાને હાજર રહેવા માટે સમન્સ
પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું કે, સલાઉદ્દીનને છેલ્લાં 5 વર્ષમાં હવાલા મારફતે 60 કરોડ રૂપિયા મળ્યા હતા, યુકેના અબ્દુલ્લા ફેફડાવાળાએ હવાલાથી પૈસા મોકલ્યા હોવાનું પોલીસને જાણવા મળતાં વડોદરા પોલીસની એસઆઇટીએ યુકેના તથા મૂળ ભરૂચના નબીપુરના અબ્દુલ્લા ફેફડાવાળાને આગામી 18 ઓક્ટોબરે વડોદરા પોલીસમાં હાજર રહેવા સમન્સ મોકલ્યું હતું. અબ્દુલ્લા ફેફડાવાળા આજે સોમવારે પોલીસ સમક્ષ હાજર રહે છે કે કેમ તેની પર સૌની મીટ મંડાઇ છે.

અન્ય સમાચારો પણ છે...