સમસ્યા:બુધ સાથે હવે ગુરુવારે પણ 1 લાખ લોકોને પાણી નહિ મળે

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • પરિવાર ચાર રસ્તા પર લાઇન જોડાણનું કામ 20મી સુધી થશે
  • કામગીરીથી વંદાવન ચાર રસ્તાથી રોંગ સાઇડ જઇ શકાશે

શહેરના પૂર્વ વિસ્તારમાં પરિવાર ચાર રસ્તા પાસે બે અલગ અલગ લાઈનનું જોડાણ કરવાનું કામ હવે આગામી 20 તારીખ સુધી ચાલશે. જેના પગલે પરિવાર ચાર રસ્તાના અવરજવરના રોડને બંધ કરવામાં આવ્યા છે. જ્યારે આ કામગીરીના કારણે નાલંદા અને ગાજરાવાડી ટાંકી વિસ્તારના એક લાખ લોકોને બુધવારે સાંજે અને ગુરુવારે સવારે પાણી નહિ મળે.

પાલિકાના પાણી પુરવઠા વિભાગ દ્વારા શહેરના પૂર્વ વિસ્તારમાં પરિવાર ચાર રસ્તા નજીક 900 મીમી વ્યાસની BWSC ફીડર લાઈનનું 750 મીમી વ્યાસની HS ફીડર લાઈન સાથે જોડાણ કરવાના કામે તા. 3જી ઓક્ટોબરથી 10મી ઓક્ટોબર સુધી કામગીરી થવાની હતી. પરંતુ હવે આ કામગીરી 20મી ઓક્ટોબર સુધી ચાલશે. જેના કારણે નાગરિકોને વૃંદાવન ચાર રસ્તાથી હરિયાળી રેસ્ટોરન્ટ પાસેના રોડ પરના કટઆઉટથી રોંગ સાઇડે થઈ પરિવાર ચાર રસ્તા તરફ જઈ શકાશે.

પરિવાર ચાર રસ્તા તરફથી વૃંદાવન ચાર રસ્તા તરફ પરિવાર ચાર રસ્તાથી બાપોદ ટાંકી તરફ હાઇવે બાજુ જતા રોડ થઈ મહિજીનગરના રોડનો ઉપયોગ કરવા પાલિકાએ જણાવ્યું છે.પાલિકાના સુત્રોના જણાવ્યા પ્રમાણે આ કામગીરીના પગલે નાલંદા ટાંકી અને ગાજરાવાડી પાણીની ટાંકી વિસ્તારના 1 લાખ નાગરિકોને બુધવારે સાંજના ઝોનમાં પાણી વિતરણ કરવામાં આવશે નહીં. જ્યારે ગુરુવારે સવારે પણ લોકોને પાણી નહિ મળે. ગુરુવારે સાંજે બંને ટાંકી વિસ્તારમાં હળવા દબાણ અને ઓછા સમય માટે પાણી આપવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...