તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

છેતરપિંડી:વડોદરામાં OLX પર આર્મીમેનની ખોટી ઓળખ આપીને ભેજાબાજોએ કાર વેચવાના બહાને બે યુવાનો પાસેથી 1.63 લાખ રૂપિયા પડાવ્યા

વડોદરા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • આ પહેલા યુવાને 1200 રૂપિયાના કેશબેકની લાલચમાં 2.24 લાખ રૂપિયા ગુમાવ્યા હતા

OLX એપ્લિકેશન ઉપર કાર વેચાણ કરવાના નામે બે યુવાનો સાથે 1,63,806 રૂપિયાની ઓનલાઈન છેતરપિંડીનો કરનાર બે ભેજાબાજો સામે ડેસર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે.

1.90 લાખમાં કાર વેચવા માટે OLX પર મૂકી હતી
આ બનાવની વિગત એવી છે કે, વિકાસ પટેલ નામના ભેજાબાજે OLX એપ્લિકેશન ઉપર 1,90,000 રૂપિયાની કિંમત સ્વિફ્ટ કાર વેચાણમાં મૂકી હતી. કાર ખરીદવા માટે પાદરા તાલુકાના ગણપતપુરા ગામમાં રહેતા અને મૂળ અમદાવાદ ઓઢવના અરુણ ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં રહેવાસી સંજયકુમાર રાવજીભાઇ પરમારે તૈયારી બતાવી હતી.

આર્મીમેનની ઓળખ આપીને છેતરપિંડી કરી
દરમિયાન ભેજાબાજ વિકાસ પટેલ અને તેના સાગરીતે આર્મીમેન હોવાની ઓળખ બતાવીને સંજય પરમારના એકાઉન્ટમાંથી 98,388 અને જગદીશ નામના યુવાનના એકાઉન્ટમાંથી રૂપિયા 65,418 ઓનલાઇન પોતાના એકાઉન્ટમાં લઇને છેતરપિંડી કરી હતી. ઉલ્લેખનીય છે કે બે દિવસ પૂર્વે ડેસરના અન્ય એક યુવાન સાથે પણ ઓનલાઈન છેતરપિંડીનો બનાવ પોલીસ મથકમાં નોંધાયો હતો. વધુ એક ઓનલાઈન છેતરપિંડીનો બનાવ નોંધાતા ડેસર પંથકમાં ચકચાર મચી ગઇ હતી.

યુવાને ડેસર પોલીસ સ્ટેસનમાં ફરિયાદ નોંધાવી
ઓનલાઈન કાર ખરીદવાની લાલચમાં નાના ગુમાવનાર બે યુવાનો પૈકી સંજયકુમાર પરમારે ડેસર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ભેજાબાજો સામે છેતરપિંડી વિશ્વાસઘાત નો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે

યુવાને 1200 રૂપિયાના કેશબેકની લાલચમાં 2.24 લાખ રૂપિયા ગુમાવ્યા
બીજી તરફ વડોદરા જિલ્લાના ડેસર તાલુકાના તુલસી ગામમાં રહેતા યુવાન ચિરાગ પ્રવિણભાઇ પટેલ(ઉ.26) સાથે 1200 રૂપિયાનું કેશબેક આપવાની લાલચ આપીને બિહારના એક ભેજાબાજે બે બેંક એકાઉન્ટમાંથી 2.24 લાખ રૂપિયા ઉપાડી લઇને ઓનલાઇન છેતરપિંડી કરી હતી. આ મામલે યુવાને ડેસર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

વધુ વાંચો