પોલીટીકલ:ટિકિટની સાથે સીમાબેન મોહિલે કાર્યાલય ઉદ્ઘાટનમાં પણ કપાયા

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અંતે નામ સાથેની નવી આમંત્રણ પત્રિકા છપાવવી પડી
  • ટિકિટ કપાતાં કાર્યકરોમાં વ્યાપેલો રોષ ફરી વખત ભભૂક્યો

વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને ભારતીય જનતા પાર્ટી દ્વારા વડોદરા શહેરની ત્રણ વિધાનસભા બેઠક પર નામો જાહેર કરવામાં આવ્યા હતા. જેમાંથી બે બેઠક પર ટિકિટ રીપીટ કરાઇ નથી. અકોટા વિધાનસભાના ધારાસભ્ય સીમાબેન મોહિલેની જગ્યાએ ચૈતન્ય દેસાઈના નામની ઘોષણા કરવામાં આવી છે. ત્યારે વિધાનસભાની ચૂંટણીના લઈને મધ્યસ્થ કાર્યાલયનો ઉદ્ઘાટન પ્રસંગે આમંત્રણ પત્રિકામાંથી પણ સીમાબેન મોહિલેના નામની બાદબાકી કરવામાં આવી છે. જે ચર્ચાનો વિષય બન્યો હતો.

સીમાબેન મોહિલેના નામની ધારાસભ્ય પદ તરીકે ફરી રીપીટ નહીં થતા તેમનું નામ કાર્યાલયના ઉદ્ઘાટનની આમંત્રણ પત્રિકામાંથી પણ ગાયબ થયું હતું. જેને લઇને અકોટા વિધાનસભાના ઉમેદવાર ચૈતન્ય દેસાઈ દ્વારા નવેસરથી આમંત્રણ પત્રિકા બનાવી પડે તેવી પરિસ્થિતિ પણ ઉત્પન્ન થઈ હતી. મહત્વનું છે કે ગત ટર્મમાં ધારાસભ્ય રહે ચૂકેલા આ વખતે વિધાનસભા પદ માટેની નામની જાહેરાત નથી કરવામાં આવી ત્યારે સમર્થકોમાં રોષ હતો.

આમંત્રણ પત્રિકામાં પણ નામ નહિ નોંધાતા સમર્થકોમાં રોષની લાગણી જોવા મળી હતી. સમર્થકો કાર્યકરોનો રોષ જોઈ ઉમેદવારે નવેસરથી આમંત્રણ પત્રિકા છપાવી હતી. ત્યારે આ પ્રકારની ભૂલ ચર્ચાનો વિષય પણ બની હતી.

અન્ય સમાચારો પણ છે...