તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • Allocation Of Rs. 2 Crore For Patients Of Korna From The Grant Of Mayor Corporators Of Vadodara, All Facilities For Patients Including Oxygen Plant Will Be Set Up.

દર્દીઓ માટે ફંડ:વડોદરાના મેયર-કોર્પોરેટરોની ગ્રાન્ટમાંથી કોરનાના દર્દીઓ માટે 2 કરોડ રૂપિયાની ફાળવણી, ઓક્સિજન પ્લાન્ટ સહિત દર્દીઓ માટે તમામ સુવિધાઓ ઉભી કરાશે

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
વડોદરા શહેરના મેયર રોકડિયા - Divya Bhaskar
વડોદરા શહેરના મેયર રોકડિયા
  • બે કરોડની રકમમાંથી જરૂરી સાધનસામગ્રી સરકારી હોસ્પિટલોમાં સુપરત કરવામાં આવશે

વડોદરાના મેયર અને કોર્પોરેટરો પોતાની ગ્રાન્ટમાંથી બે કરોડ રૂપિયાની રકમ કોરોના મહામારીમાં દર્દીઓને મદદરૂપ થવા ફાળવશે. જેમાં પ્રત્યેક કોર્પોરેટરની ગ્રાન્ટમાંથી અઢી-અઢી લાખ રૂપિયા અને મેયરના ફંડમાંથી 15 લાખ રૂપિયા મળીને કુલ 2 કરોડ રૂપિયાની રકમની ફાળવણી કરવામાં આવશે.

બે કરોડની રકમમાંથી જરૂરી સાધનસામગ્રી સરકારી હોસ્પિટલોમાં અપાશે
વડોદરાના મેયર કેયુર રોકડિયાએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, કોરોના મહામારીમાં દર્દીઓને સહાયરૂપ થવા માટે ચૂંટાયેલા કોર્પોરેટરો તરફથી મદદરૂપ થવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. દરેક કોર્પોરેટર તેમને મળતા પોતાની રકમમાંથી એક કોર્પોરેટર દીઠ અઢી લાખ રૂપિયા ફાળવશે અને મેયર ફંડમાંથી રૂપિયા 15 લાખ અને મેયર ફંડ ટ્રસ્ટમાંથી રૂપિયા સાડા ત્રણ લાખની રકમ મળી રૂ. બે કરોડની રકમમાંથી જરૂરી સાધનસામગ્રી સરકારી હોસ્પિટલોમાં સુપરત કરાશે.

વડોદરા મહાનગરપાલિકાની કચેરી
વડોદરા મહાનગરપાલિકાની કચેરી

ઓક્સિજન પ્લાન્ટ પણ ઉભો કરાશે
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આ રકમમાંથી એક ઓક્સિજન પ્લાન્ટ તે ઉપરાંત સોનોગ્રાફી લેબના મશીનો તેમજ દર્દીઓને જરૂર પડતી ચીજ વસ્તુઓ પણ સુપરત કરવામાં આવનાર છે.

વોર્ડની કામગીરી માટે કોર્પોરેટરોને ક્વોટાની રકમ ફાળવવામાં આવે છે
વડોદરાના મેયર એ કોર્પોરેટરને પ્રજાના વેરાના પૈસામાંથી દર વર્ષે વોર્ડ કક્ષાએ કરવાની કામગીરી માટે ક્વોટાની રકમ ફાળવવામાં આવે છે, એ રકમમાંથી જ અઢી લાખ રૂપિયા કોરોના મહામારીના દર્દીઓ માટે ફાળવવાનો નિર્ણય કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...