તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રસીકરણ:45 હજારના બેકલોગ સામે માત્ર 18 હજાર ડોઝ ફાળવ્યા

વડોદરા22 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • 3 દિવસ બંધ રહ્યા બાદ અાજથી ફરી શરૂ
  • બુકિંગ વિનાના માત્ર 7 હજાર લોકોને રસી અપાશે

રાજ્યમાં 3 દિવસથી બંધ રહેલું રસીકરણ શનિવારથી ફરી એક વખત શરૂ થશે. 3 દિવસમાં 45 હજારના બેકલોગ સામે રાજ્ય સરકાર દ્વારા વડોદરાને કોવિશીલ્ડના 13,000 ડોઝ આપવામાં આવ્યા છે, જ્યારે કોવેક્સિનના 5 હજાર ડોઝ અપાયા છે. જેને પગલે શનિવારે અગાઉની જેમ ફરી એક વખત નાગરિકો રસીનો લાભ લઈ શકાશે.

કોર્પોરેશનના મુખ્ય આરોગ્ય અમલદાર ડો. દેવેશ પટેલે જણાવ્યું હતું કે, શનિવારે અંદાજે 14 હજાર લોકોને રસી મૂકવાનું આયોજન છે, જે મુજબ પોર્ટલ ઉપર સ્લોટ ખોલવામાં આવ્યા છે, તેમજ 50 % બુકિંગ વગર આવનાર લોકો ને રસી મૂકવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, રસીકરણ 3 દિવસ બંધ રહેતાં રોજના 15 હજાર લેખે 45 હજાર જેટલો બેકલોગ થયો છે. જેની સામે બંને રસીના થઇને માત્ર 18 હજાર ડોઝ ફાળવાયા છે. કોર્પોરેશન પાસે અગાઉના ડોઝ મળીને 22 હજાર કોવિશીલ્ડનો જથ્થો હોવાનું જાણવા મળે છે.

શનિવારે ફરી જેવી અંધાધૂંધી જોવા મળી શકે છે. વહેલી સવારથી લોકો લાઈન લગાવશે અને સમગ્ર શહેરમાં બુકિંગ કરાવ્યા વગર આવનાર માત્ર 7 હજાર લોકોને જ રસી મળશે. જો આ જ ગતિથી રસીકરણ ચાલશે તો બીજો ડોઝ લેનારા લોકોની હાલત કફોડી બનશે.

અન્ય સમાચારો પણ છે...