છાણીમાં વડતાલ તાબા હેઠળના શ્રી સ્વામિનારાયણ હરીમંદિરમાં છ મહિનાથી કથા-વાર્તાને નામે રહેતા શ્રીરંગ સ્વામી અને બાલકૃષ્ણ સ્વામીએ સ્વામિનારાયણ મંદિરના નામે ખાનગી બેંકમાં એકાઉન્ટ ખોલાવીને વહીવટ કર્યો હોવાનો આક્ષેપ હરિભક્તોએ કર્યો છે. તેમને જણાવ્યું કે, મંદિરનું પહેલાથી જ બેંક એકાઉન્ટ છે ત્યારે બીજા એકાઉન્ટની શી જરૂર પડી તે તપાસનો વિષય છે.
હરિભક્તે જણાવ્યું કે, છ મહિના પહેલા બન્ને સ્વામી ધનુર્માસમાં કથાના નામે આવી મંદિરમાં રહેવા લાગી મંદિરનો વહીવટ કરતા હતાં. મંગળવારે મંદિરમાં બનેલી ઘટના બાદ બંને મંદિર છોડી જતા રહ્યાં છે. બંને આજ્ઞાપત્ર વગર આવ્યાં હતાં કે કેમ તેની તપાસ ચાલે છે. ઘટનામાં છાણી પોલીસે બંને પક્ષે ફરિયાદ નોંધી હતી. તેમાં સમાધાન કરી દેવાયું હતું.
પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદ અનુસાર, વિપુલ કોઠારીની ફરિયાદ અનુસાર, મંદિરમાં અમારા વડીલો સેવા-પૂજા કરતા આવ્યા છે. ભગવાનની પૂજા-આરતી નિયમિત થતી ન હોવાથી ટ્રસ્ટીઓએ સંસ્થાને સ્વામીની નિમણૂક થાય તેની જાણ કરતાં વડતાલ સંસ્થા તરફથી શ્રીરંગ સ્વામી અને બાલકૃષ્ણ સ્વામીની નિમણૂક કરાઇ હતી.
જેમાં દિનેશભાઇ મિસ્ત્રીએ વાંધો ઉઠાવ્યો હતો. દિનેશ મિસ્ત્રીની ફરિયાદ હતી કે, તેઓ મંગળવારે પોતાની પત્ની ચંદ્રિકાબેન તેમજ રાજુભાઇ અને કિશોરભાઇ બેઠા હતા. ત્યારે વિપુલભાઇ તથા ચંદ્રકાંત મકવાણા આવ્યા હતા અને અહીં કેમ બેઠા છો કહી મારામારી કરી હતી. ચંદ્રિકાબેન પર ચોટલો પકડી નીચે પાડી હુમલો કહ્યો હતો, જેથી તેમને ઇજાઓ થઇ હતી. દિનેશભાઇએ આક્ષેપ કર્યો છે કે બંને પાસે સ્વામિનાયારણ મંદિર વડતાલ સંસ્થાનું આજ્ઞાપત્ર નથી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.