આક્ષેપ:VHPના સ્નેહ સંમેલન કાર્યક્રમમાં પથ્થર ફેંકી અટકચાળાનો આક્ષેપ

વડોદરા15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સંવેદનશીલ વાડી વિસ્તારના સ્વામિનારાયણ મંદિરમાં કાર્યક્રમ હતો

સંવેદનશીલ વાડી વિસ્તારમાં આવેલા સ્વામિનારાયણ મંદિરમાં વીએચપીના સ્નેહ સંમેલન કાર્યક્રમ દરમિયાન મંદિરના ગેટ પાસે 2 થી 4 પથ્થરો ફેંકાતા ચકચાર મચી ગઈ હતી. જ્યારે આ ઘટના બાદ વાડી પોલીસે બંદોબસ્ત ગોઠવી દીધો હતો. વીએચપીના કાર્યકરો એ જણાવ્યું હતું કે, વાડીના સ્વામિનારાયણ મંદિરમાં રવિવારે સાંજે વીએચપીનો સ્નેહ સંમેલન કાર્યક્રમ હતો. જેમાં મંદિરની અંદર કાર્યકરો હાજર હતા તે સમયે સાંજે 7 વાગે અચાનક મંદિરના ગેટ પાસે 2 થી 4 પથ્થરો ફેંકાયાનો અવાજ આવ્યો હતો. પથ્થરો ફેકાતા વીએચપીના કાર્યકરો મંદિરના ગેટ પાસે પહોચ્યાં હતાં.

પરંતું પથ્થરો ક્યાંથી આવ્યાં અને પથ્થરો ફેંકનારા કોણ હતા તે જાણી શકાયું ન હતું. તુરંત જ કાર્યકરોએ પોલીસ કંટ્રોલમાં જાણ કરતા વાડી પોલીસ દોડી ગઈ હતી. જ્યારે પોલીસે મંદિરની બહાર બંદોબસ્ત ગોઠવી દીધો હતો. વાડી પોલીસના અધિકારીઓએ જણાવ્યું હતું કે, 12 થી 15 ફુટ ઉંચી મંદિરની દિવાલ છે અને કાર્યક્રમ ચાલતો હતો ત્યારે 2 પથ્થરો પડ્યાં હોવાનો આરોપ છે. પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો.

અન્ય સમાચારો પણ છે...