તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોન્ટ્રાવર્સી:વોર્ડ 18માં બૂટલેગરની પત્નીને ટિકિટ આપી દેવાયાનો આક્ષેપ

વડોદરા25 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • કાર્યાલયે આખા દિવસમાં 5 વોર્ડમાંથી મોરચા

ભાજપની યાદી જાહેર થયા બાદ જુદા જુદા પાંચ વોર્ડમાંથી વિરોધ શરૂ થયો હતો. પાલિકાના વોર્ડ અેક અને બેમાં અનુસુચિત જાતિના ઉમેદવારોની સંખ્યાં સાૈથી વધુ હોવા છતાં અા વોર્ડમાં અમારા સમાજના લોકોને ટિકિટ અાપવામાં અાવી નથી જે ખોટી બાબત છે. કાર્યાલય ખાતે હાજર પ્રમુખ સહિતના હોદ્દેદારોઅે અાગેવાનોની રજૂઅાત સાંભળી હતી. રજૂઅાત સમયે અનેક લોકો ઉશ્કેરાઇ ગયા હતા, થોડા સમય બાદ રજૂઅાત માટે અાવેલા લોકો કાર્યાલય ખાતેથી જતાં રહ્યાં હતા.

તેવી જ રીતે વોર્ડ નંબર ત્રણમાં પરાક્રમસિંહ જાડેજાને ટિકિટ અપાઇ છે. તેમને વોર્ડ 2માં ટિકિટ માગી હતી પરંતુ રહેઠાણ વોર્ડ 3માં હોવાનું કહી દેવાયું હતું. જેને પગલે વોર્ડ 3માં પાટીદારોને ટિકિટ ન મળતા પાટીદારોને ટિકિટ આપો તેવી માંગ સાથે મોરચો ભાજપ કાર્યાલય પર આવ્યો હતો અને સંગઠનના હોદ્દેદારો ને રજૂઆત કરી હતી.

જ્યારે વોર્ડ નંબર 18 માં એક મહિલા ઉમેદવાર ના પતિ બુટલેગર હોવાના તેમજ પાસા માં જઈ આવ્યા હોવાના આક્ષેપ સાથે સંગઠનના હોદ્દેદારો નું ધ્યાન દોરવામાં આવ્યું હતું. બીજી તરફ અજીત દધીચ વોર્ડ 6માં રહેતા હોવા છતાં વોર્ડ 4માં ટિકિટ આપી છે. તેમજ નરેશ રબારી વોર્ડ 14માં રહેતા હોવા છતાં વોર્ડ 16માંથી ઉમેદવાર બનાવાયા છે અને ઓબીસીના સ્થાને સામાન્ય બેઠક પરથી ચૂંટણી લડાવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો