તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સયાજી હોસ્પિટલના અધીક્ષકને આવેદનપત્ર:ફાર્મસી ઇન્ટર્નશિપમાં વધુ ફી લેવાતી હોવાના આક્ષેપ

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વિદ્યાર્થીઓ-વાલીઓની સૂત્રોચ્ચાર સાથે રજૂઆત

ફાર્મસીના અભ્યાસ દરમ્યાન સયાજી હોસ્પિટલમાં ઈન્ટર્નશીપ માટે આવતા વિદ્યાર્થીઓ પાસે યુઝર્સ ફીના નામે રૂ. 10 હજાર લેવાતા હોવાના આક્ષેપ સાથે વિદ્યાર્થીઓએ વાલીઓ સાથે હોસ્પિટલ સુપ્રિટેન્ડન્ટને રજુઆત કરી હતી. જોકે હોસ્પિટલ સુપ્રિટેનડેન્ટે આ ફી સમિતિના ઠરાવ હેઠળ જ લેવામાં આવે છે તેમ જણાવ્યું હતું.

સયાજી હોસ્પિટલમાં પણ વિવિધ કોલેજના વિદ્યાર્થીઓ ઈન્ટર્નશીપ કરવા આવે છે. જોકે તેઓ પાસે યુઝર્સ ફીના નામે રૂ. 10 હજાર લેવાતા હોવાના આક્ષેપ કરી વિધાર્થીઓ અને તેમના વાલીઓએ નારાજગી દર્શાવી હતી. તેઓએ સોમવારે સયાજી હોસ્પિટલમાં સૂત્રોચ્ચાર સાથે હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ ડો. રંજન ઐયરને આવેદન આપી રજુઆત કરી હતી. બીજી તરફ ડો. રંજન ઐયરે જણાવ્યું હતું કે ફાર્મસીમાં ડીપ્લોમા કરતા વિદ્યાર્થીઓ,500ની ઈન્ટર્નશિપ માટે સયાજી હોસ્પિટલમાં અરજી કરે તો ત્યારે તેમની પાસેથી નોમીનલ ફી લેવાનો ઠરાવ રોગી કલ્યાણ સમિતિમા કરાયેલો છે.

અન્ય સમાચારો પણ છે...