રેનબસેરા બિન ઉપયોગી:કરોડોના ખર્ચે બનાવેલ રેન બસેરામાં ભિક્ષુકોને ન રખાતાં હોવાનો આક્ષેપ

વડોદરા10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 4 માસ પૂર્વે બનેલું લાલબાગ બ્રિજ નીચેનું રેનબસેરા બિન ઉપયોગી

શહેરમાં કોર્પોરેશને કરોડો રૂપિયાના ખર્ચે મજૂરો અને ભિક્ષુકો માટે રહેવાની વ્યવસ્થા કરી છે પરંતુ ભિક્ષુકોને રેન બસેરામાં રાખવામાં આવતા નથી અને આજે પણ ફૂટપાથ ઉપર રહે છે. સર્વોચ્ચ અદાલતે વડોદરા શહેરમાં વસ્તીને આધારે રેન બસેરા બનાવવાનો આદેશ કર્યો હતો. જો કે પાલિકાના સુસ્ત શાસકોને સુપ્રીમ કોર્ટના આદેશનું પાલન કરતાં 8 વર્ષ લાગ્યા.

શહેરમાં ચાર ઓવરબ્રિજ નીચે તથા અન્ય સ્થળે મળી કુલ આઠ રેન બસેરા બનાવવાનું કામ થઈ રહ્યું હતું. આ દરમિયાન લાલબાગ ઓવરબ્રિજ નીચે બનેલા રેન બસેરાનું લોકાર્પણ ચાર માસ અગાઉ થયું હતું. નેતાઓએ મોટા ઉપાડે ઉદ્ઘાટન તો કરી દીધું, પરંતુ આજે પણ આ રેન બસેરા બિનઉપયોગી છે. રૂા. 1.71 કરોડના ખર્ચે બનેલા રેન બસેરાનો ખર્ચ સામાન્ય માણસને પણ શંકા ઉપજાવે એવો છે. સ્થાનિક કાઉન્સિલર બાળુ સુર્વે શરૂઆતથી જ રેન બસેરા ના ખર્ચ અને દેખાડા પૂરતા લોકાર્પણ નો વિરોધ કરી રહ્યા છે. જો કે સત્તાધીશો ના પેટ નું પાણી હાલતું નથી.

અન્ય સમાચારો પણ છે...