વિવાદ:સાત ફેકલ્ટીમાં અનામત કેટેગરીની 92% સીટ ખાલી રખાયાનો આક્ષેપ

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક

મ.સ. યુનિવર્સિટીમાં અધ્યાપકોની ભરતીમાં 7 ફેકલ્ટીમાં અનામત કેટેગરની બેઠક પર 92 ટકા સીટો ખાલી રાખવામાં આવી હોવાના આક્ષેપો સેનેટ સભ્ય દ્વારા કરવામાં આવ્યા છે. અનામત કેટેગરીની 50 ટકા જગ્યાઓ પર લાયકાત ધરાવતા ઉમેદવારો હોવા છતાં 46 સીટો ખાલી રાખવામાં આવી છે.

સરકાર નિયુકત સેનેટ સભ્ય સુનીલ કહારે આક્ષેપો કરતાં જણાવ્યું હતું કે 7 ફેકલ્ટીમં કુલ 50 જેટલી જગ્યાઓ જેમાં એસટી કેટેગરીની 19,એસસી કેટેગરીની 11 અને એસઇબીસી કેટેગરીની 16 જેટલી જગ્યામાં એસટી ઉમેદવારની પસંદગી થઇ નથી. જયારે એસસી કેટેગરીની 11 અને એસઇબીસી કેટેગરીના ફરત બે ઉમેદવારની પસંદગી કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...