તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નોટિસ:પાલિકાએ વેચેલા પ્લોટનું માપ ઓછું હોવાનો આક્ષેપ

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વસૂલાત માટે પાલિકાએ નોટિસ કાઢી હતી

પાલિકા દ્વારા પોણા બે વર્ષ પહેલાં તાંદળજામાં હરાજીમાં વેચાયેલા પ્લોટનું મૂળ માપ ઓછું નીકળ્યું હોવાનો ખુલ્લો આક્ષેપ પૂર્વ વિપક્ષી નેતાએ કર્યો છે અને તંત્રનું ધ્યાન દોર્યું છે.

પાલિકા દ્વારા વર્ષ 2019 ના નવેમ્બર મહિનામાં વિવિધ પ્લોટની જાહેર હરાજી રાખવામાં આવી હતી અને તેમાં ટીપી સ્કીમ નંબર 21ના ફાઇનલ પ્લોટ નંબર 110 ની પણ હરાજી થઈ હતી.2215 ચો. મીટર નું ક્ષેત્રફળના આ પ્લોટનું પ્રતિ ચો.મીટરના રૂ.67100ના ભાવે વેચાણ થયું હતું.

કાઉન્સિલર ચંદ્રકાંત શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે જ્યારે હરાજી થઇ ત્યારે પાલિકા જાણ કરે ત્યારે 10% મુજબના ભરવાના હતા તે મુજબ આ પ્લોટ લેનારે પૈસા ભર્યા હતા.જોકે હરાજીમાં બતાવેલા માપ કરતા માપણીમાં 1 હજારથી 1200 સ્ક્વેર ફૂટ જગ્યા ઓછી આવી રહી છે તેવો આક્ષેપ કરતાં તેમણે જણાવ્યું હતું કે તેમ છતાં પાલિકાએ રૂ.89.89 લાખ રૂપિયાની માંગણી કરતી નોટિસ આપવામાં આવી છે ત્યારે પાલિકાએ નોટિસ પાછી લેવી જોઈએ.

અન્ય સમાચારો પણ છે...