આક્ષેપ:બજાજ ફાઇનાન્સની ઓફિસમાં હોબાળો અનેક વખત પેનલ્ટી લેવાયાના આક્ષેપ

વડોદરા3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • 8 વખત પેનલ્ટી લીધાના આક્ષેપ, 50થી વધુ લોકો ધસી ગયા

લોકડાઉનમાં લોકોની હાલત કફોડી બની છે તેવામાં બજાજ ફાઇનાન્સ કંપની દ્વારા લોનધારકોએ હપ્તો ન ભરતા એક મહિનામાં અનેક વખત પેનલ્ટી કાપી હોવાના આક્ષેપ થયા હતા. આજે મોટી સંખ્યામાં લોનધારકોએ ગેંડા સર્કલ ખાતે પહોંચી હોબાળો મચાવ્યો હતો. ગેંડા સર્કલ પાસે બજાજ ફાઇનાન્સની ઓફિસમાં આજે મોટી સંખ્યામાં લોનધારકો પહોંચ્યા હતા.

લોનધારકો કંપની દ્વારા એક મહિનામાં અનેક વખત કાપેલી પેનલ્ટીથી નારાજ હતા. બજાજ ફાઇનાન્સમાંથી કન્ઝ્યુમર લોન લેનાર હેમંત મોદીના જણાવ્યા અનુસાર પહેલા મહિનામાં મોબાઈલ માટે લોન લીધી હતી. બીજા મહિનાથી લોનનો હપ્તો ચાલુ થયો હતો. એપ્રિલ અને મેમાં હપ્તો ભરી શકાયો ન હતો. જેના કારણે બજાજ ફાઇનાન્સે એપ્રિલ અને મે મહિના રૂ. 450 પેનલ્ટી સાથે રૂ. 295 લેખે 8 વખત પેનલ્ટી લીધી હતી. હપ્તો ન ભરાય તો એક વખત પેનલ્ટી હોય, પણ આવા કપરા સમયમાં 8 વખત પેનલ્ટી કાપવી કેટલી યોગ્ય છે? હેમંતભાઈએ જણાવ્યું કે, તેમની સાથે 50થી વધુ લોકો ઓફિસે પહોંચ્યા હતા. કંપની કહે છે કે બેંક કાપે છે અને બેંક કહે છે કે કંપનીના કહેવાથી કપાય છે. આ અંગે બજાજ ફાઇનાન્સના સ્થાનિક અધિકારીનો સંપર્ક કરતાં થઈ શક્યો નહોતો.

અન્ય સમાચારો પણ છે...