આક્ષેપ:સફાઈ સેવકોની હાજરી પૂરવામાં ગેરરીતિનો આરોપ

વડોદરાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

પાલિકામાં ફરજ બજાવતા સફાઈ કામદારોની હાજરી પૂરવામાં ક્ષતિ રાખીને ગેરરીતિ આચરીને કૌભાંડ કરાયું હોવાનો આક્ષેપ કરી વિપક્ષી નેતાએ તપાસની માગણી કરી છે. સફાઇ સેવકની હાજરી પૂરવામાં ચાલતી ગેરરીતિનો આક્ષેપ કરી તેની વિજિલન્સ તપાસની માગ વિપક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવે કરી છે. તેમણે મ્યુનિસિપલ કમિશનરને લખેલા પત્રમાં જણાવ્યું હતું કે, એક સફાઈ કર્મચારીની હાજરી વર્ષ 2014માં માત્ર 60 દિવસ બતાવી હતી અને તેની તપાસ કરાવતાં 90 દિવસની હાજરી જણાઇ આવી હતી.

અન્ય સમાચારો પણ છે...