તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આક્ષેપ:વરસાદી ગટરના ટેન્ડરમાં ગેરરીતિ કરાયાના આક્ષેપ

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બંને ટેન્ડર એક સાથે કેમ રજૂ ન કરાયા?
  • વર્ક ઓર્ડર ન આપવા ભથ્થુની માગણી

શહેરના દક્ષિણ ઝોનમાં નવિન વરસાદી ગટર બનાવવાના કામનો વાર્ષિક ઇજારો એક વર્ષ માટે 3 કરોડની નાણાંકીય મર્યાદામાં ખર્ચ થાય તે મુજબની કામગીરી કરાવવા ઇજારદારને અંદાજીત 4 ટકા ઓછા મુજબના બિન શરતી યુનિટ રેટ ધોરણના ભાવપત્રને સ્થાયી સમિતિમાં ઠરાવ કરવામાં આવ્યો હતો. જયારે જાહેરાત થઇ ત્યારે એક સાથે દક્ષિણ અને ઉત્તર ઝોનની જાહેરાત થઇ હતી. જયારે બંને ટેન્ડરો ખોલવાની તારીખ એકજ હોય અને ટેન્ડર ખોલવામાં આવ્યું ત્યારે દક્ષિણ ઝોનનું ટેન્ડર 4 ટકા ડાઉન અને ઉત્તર ઝોનનું ટેન્ડર 21.88 ટકા ડાઉન હતું .

બંને ટેન્ડર એક સાથે સ્થાયી સમિતિમાં આવવા જોઇએ તેની જગ્યાએ અધિકારીઓએ એક ટેન્ડર સ્થાયી સમિતિમાં મંજૂર થઇ જાય એવી ગોઠવણ કરી હોવાના આક્ષેપો પૂર્વ વિપક્ષના નેતા ચંદ્રકાન્ત ભથ્થુએ કર્યા હતા. આ કામનો વર્ક ઓર્ડર નહિ આપવા માટેની માંગણી કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...