તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત:સુરતના મૃતકો અને ઇજાગ્રસ્તોના પરિવારનો આક્ષેપ, 4 કલાક સુધી ઈજાગ્રસ્તો સારવારની રાહમાં તરફડતા રહ્યા, 2થી 3 ઇજાગ્રસ્તને હોસ્પિટલે મૃત જાહેર કરી દીધા

વડોદરા5 મહિનો પહેલાલેખક: જીતુ પંડ્યા
સુરતના પરિવારોને નડેલા અકસ્માત બાદ સયાજી હોસ્પિટલમાં લાવવામાં આવેલા તેમના મૃતદેહો. - Divya Bhaskar
સુરતના પરિવારોને નડેલા અકસ્માત બાદ સયાજી હોસ્પિટલમાં લાવવામાં આવેલા તેમના મૃતદેહો.
  • વડોદરા પાસે રાત્રે 3 વાગ્યે અકસ્માત થયો અને છેક 7 વાગ્યે ટ્રીટમેન્ટ શરૂ કરવામાં આવી હતી

વડોદરા પાસે નેશનલ હાઇવે ઉપર વાઘોડિયા ચોકડી બ્રિજ પર રાત્રે 3 વાગે સુરતથી પાવાગઢ દર્શને જતાં આઇસર ટેમ્પો અને ટ્રેલર વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો હતો, જેમાં 11 લોકોનાં મોત નીપજ્યાં હતા. ઇજાગ્રસ્ત દેવાંશીના કાકાએ જણાવ્યું હતું કે 2થી 3 ઇજાગ્રસ્તને સયાજી હોસ્પિટલે મૃત જાહેર કરી દીધા હતા. મારી ભત્રીજી દેવાંશી પણ જીવિત છે, તેને સામાન્ય ઇજા થઇ છે, તેમ છતાં મૃત જાહેર કરી દેવામાં આવી હતી અને 4 કલાક સુધી ઈજાગ્રસ્તો સારવારની રાહમાં તરફડતા રહ્યા હતા.

108 એમ્બ્યુલન્સમાં મૃતદેહોને સયાજી હોસ્પિટલમાં લવાયા હતા.
108 એમ્બ્યુલન્સમાં મૃતદેહોને સયાજી હોસ્પિટલમાં લવાયા હતા.

રાત્રે 3 વાગ્યે અકસ્માત થયો અને છેક 7 વાગ્યે ટ્રીટમેન્ટ શરૂ કરાઈ
વધુમાં, તેમણે જણાવ્યું હતું કે વડોદરા પાસે રાત્રે 3 વાગ્યે અકસ્માત થયો અને છેક 7 વાગ્યે ટ્રીટમેન્ટ શરૂ કરવામાં આવી હતી. આમ, સારવાર આપવામાં 4 કલાક મોડું કરવામાં આવ્યું હતું અને તેમાં પણ ઇજાગ્રસ્તોને મૃત બતાવવામાં આવ્યા હતા.

કલેક્ટરે સયાજી હોસ્પિટલમાં ઇજાગ્રસ્તોની મુલાકાત લીધી હતી.
કલેક્ટરે સયાજી હોસ્પિટલમાં ઇજાગ્રસ્તોની મુલાકાત લીધી હતી.

ઘટનાસ્થળે 9 લોકોનાં મોત, 2 લોકોનાં સયાજી હોસ્પિટલમાં મોત
રાત્રે 3 વાગ્યાની આસપાસ થયેલા અકસ્માતને કારણે પોલીસ અને ફાયરબ્રિગેડની ટીમ ઘટનાસ્થળે દોડી ગઇ હતી અને આઇશર ટેમ્પામાં ફસાયેલા લોકોને બહાર કાઢી સયાજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. અકસ્માતમાં ઘટનાસ્થળે 9 લોકોનાં મોત થયાં હતાં અને 2 લોકોનાં સયાજી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ થયાં હતાં. આમ, અકસ્માતમાં કુલ 11 લોકોનાં મોત નીપજ્યાં હતાં.

અકસ્માતગ્રસ્ત આઇશર ટેમ્પો.
અકસ્માતગ્રસ્ત આઇશર ટેમ્પો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજનો દિવસ મિત્રો તથા પરિવારના લોકો સાથે મોજ-મસ્તીમાં પસાર થશે. સાથે જ લાભદાયક સંપર્ક પણ સ્થાપિત થશે. ઘરના રિનોવેશનને લગતી યોજના બનશે. તમે સંપૂર્ણ મનથી ઘરના બધા સભ્યોની જરૂરિયાતોને પૂર્ણ કરવા...

વધુ વાંચો