તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ACBમાં અરજી:પાલિકાના IT ડાયરેક્ટર વિરુદ્ધ અપ્રમાણસર મિલકતના આક્ષેપ

વડોદરા4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • સ્માર્ટ સિટીના મનીષ ભટ્ટ સામે ACBમાં અરજી : ગોત્રીમાં મકાન, વાસણામાં બંગ્લો છે
 • શહેરી વિકાસ વિભાગની મ્યુિનસિપલ કમિશનરને તપાસ કરી રિપોર્ટ કરવા સૂચના

પાલિકાના પ્રથમ વર્ગના અધિકારી અને વડોદરા સ્માર્ટ સિટીમાં પણ ફરજ બજાવતા આઇટી ડાયરેક્ટર વિરુદ્ધ અપ્રમાણસર મિલકત હોવાના આક્ષેપ સાથેની એસીબીમાં અરજી કરવામાં આવી હતી. આ અરજીને શહેરી વિકાસ વિભાગ દ્વારા ગંભીરતાથી લઇ તેનો રિપોર્ટ કરવા માટે કમિશનરને સૂચના આપવામાં આવી છે.

ગોરવા તળાવ પાસે રહેતા નાગરિકે એસીબી પોલીસ સ્ટેશનમાં પાલિકાના આઈટી ડાયરેક્ટર મનીષ ભટ્ટ વિરુદ્ધ અરજી આપી હતી, જેમાં જણાવ્યું કે એક જાહેર સેવક દ્વારા બહુ જ મોટી કિંમતનો બંગલો પોશ વિસ્તારમાં ખરીદાયો છે. વાસણા-ભાયલી મેઇન રોડ પર પ્રિન્સ રેસિડેન્સીમાં આ બંગલો છે. તેમની બીજી પ્રોપર્ટી ગોત્રી રોડ મધર સ્કૂલ પાસે છે. મનીષ ભટ્ટ વડોદરા સ્માર્ટ સિટી કંપનીમાં જીએમ આઇટીનો પણ હોદ્દો ધરાવે છે. વડોદરાને સ્માર્ટ સિટી તરીકે સમાવેશ કરાતા 500 કરોડથી વધુનું ફંડ આવે છે અને તે પૈકી આઈટી ડિપાર્ટમેન્ટ દ્વારા 158 કરોડથી વધુ કામના વર્ક ઓર્ડર અપાયા છે.

આ કામમાં જાહેર સેવક દ્વારા કોન્ટ્રાક્ટરોને નિયમનું ખોટું અર્થઘટન કરી પેનલ્ટી ક્લોઝનો દુરુપયોગ કરીને ભ્રષ્ટાચાર કરી રહ્યા છે કે કેમ? તેઓના પોશ વિસ્તારના બંગલાની કિંમત 4 કરોડ હોવાનો અંદાજ છે. તેમાં એમ શંકા મજબૂત બનાવી છે કે, સમયગાળો એ જ છે કે જે સમયે જુદાં જુદાં કામોના વર્ક ઓર્ડર આપ્યા છે.

એસીબીમાં થયેલી અરજી રાજ્યના લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોના મુખ્ય પોલીસ અધિકારી પાસે જતાં તેમણે શહેરી વિકાસના સચિવ (તપાસ)ને પત્ર લખી પરિપત્રો ટાંક્યા હતા અને ભ્રષ્ટાચારને લગતી કોઈ બાબતમાં હકીકત જણાય કે પ્રકરણમાં નિકાલ કરવામાં આવ્યેથી એસીબીને જાણ કરવા કહેવાયું છે. શહેરી વિકાસ વિભાગના સેક્શન અધિકારીની સહીથી મ્યુ. કમિશનરને ખાનગી પત્ર મોકલાયો છે. જેમાં એસીબી તરફથી કાર્યવાહી હાથ ધરવા અને તેની જાણ કરવા પર ભાર મૂક્યો છે.

તથ્ય અંગે તપાસ કરી અહેવાલ મોકલાશે
પાલિકાના આઇટી ડાયરેક્ટર અને સ્માર્ટ સિટી કંપનીના મનીષ ભટ્ટ વિરુદ્ધ આક્ષેપ કરતી અરજી અંગે તપાસ કરવા માટે શહેરી વિકાસ વિભાગે કહ્યું છે તે વાત સાચી છે અને તેની તથ્યતા અંગે તપાસ કરી અહેવાલ મોકલાશે.” > સુધીર પટેલ, ડે. મ્યુ.કમિશનર (સીઈઓ,વડોદરા સ્માર્ટ સિટી કંપની)

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો