વિવાદ:વડોદરાની MSUમાં કરાયેલી ભરતીમાં પક્ષપાત થયો હોવાનો આક્ષેપ; 3 સિન્ડિકેટ સભ્યોએ પત્ર લખીને પસંદગી પ્રક્રિયાની માહિતી માગી

વડોદરા19 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • સત્તાધારી જૂથ સાથે સમાધાન કરીને બિનહરીફ ચૂંટાયેલા સંકલનના ત્રણ સિન્ડિકેટ સભ્યોએ જ બાંયો ચડાવી, સિન્ડિકેટની બેઠકમાં મુદ્દો ઉછળશે

એમ.એસ.યુનિવર્સિટીમાં તાજેતરમાં થયેલી ભરતી પ્રક્રિયા સામે 3 સિન્ડિકેટ સભ્યોએ સવાલ ઉઠાવ્યા પત્ર લખીને પસંદગી પ્રક્રિયાની માહિતી માંગી છે. સત્તાધારી જૂથ સાથે સમાધાન કરીને બિન હરીફ ચૂંટાયેલા સંકલન સમિતિના સભ્યો એકશનમાં આવતા ખળભળાટ મચી ગયો છે. આગામી સિન્ડિકેટની બેઠકમાં મુદો ઉછળશે.

યુનિવર્સિટીમાં રાજય સરકાર દ્વારા તાજેતરમાં જ અધ્યાપકોની ભરતી પ્રક્રિયા વ્હાલા દવલાની નિતી અપનાવી કરવામાં આવી હોવાના આક્ષેપો સાથે ફરિયાદ થયા પછી રોક લગાવી દેવામાં આવી હતી. હવે યુનિવર્સિટીના જ ત્રણ સિન્ડિકેટ સભ્યોએ ભરતી પ્રક્રિયાની માહિતી પત્ર લખીને માંગી સમગ્ર ભરતી પ્રક્રિયા સામે સવાલો ઉભા થઇ ગયા છે.

સત્તાધારી જૂથ સાથે સમાધાનના ભાગરૂપે સંકલન સમિતિમાંથી ત્રણ સભ્યો ફેબ્રુઆરીમાં યોજાયેલી ચૂંટણીમાં બિનહરીફ થયેલી ચૂંટણીમાં વીજેતા બન્યા હતા. સિન્ડિકેટ સભ્ય ડો.દિલીપ કટારીયા,ચેતન સોમાની,હસમુખ વાઘેલાએ સંયુકત રીતે યુનિવર્સિટી સત્તાધીશોને પત્ર લખીને માંગણી કરી છે કે જે પણ ઉમેદવારોએ અરજી કરી હતી તેની સ્ક્રૂટીની કમીટીનો રીપોર્ટ,કયા ઉમેદવારો એલીજેબલ હતા અને કયા નહિ તેની યાદી,જે ઉમેદવારોની પસંદગી કરવામાં આવી છે તેની એપીઆઇ કેલ્યુલેશન તથા જે પસંદગી નથી પામ્યા તેની પણ વિગતો માંગવામાં આવી છે.

ઇન્ટરવ્યુ કમીટીનો રીપોર્ટ એક્ષપર્ટ દ્વારા આપવામાં આવેલા માર્કની વિગતો,જે પણ ઉમેદવારો હતા તેના માર્ક અને રેન્કની માહિતી,જે પણ ઉમેદવારોની પસંદગી કરવામાં આવી છે તેના એપ્લીકેશન ફોર્મ ડોકયુમેન્ટની સાથેની માહિતી ત્રણ સિન્ડિકેટ સભ્યો દ્વારા પત્ર લખીને મગાઈ છે.

અગાઉ સરકારે ભરતી પર રોક લગાવી હતી
મ.સ. યુનિવર્સિટીમાં કરવામાં આવેલી ભરતી પ્રક્રિયામાં પક્ષપાત થતો હોવાના આક્ષેપો થતાં સત્તાધીશો દોડતા થઈ ગયા છે ત્યારે સરકારે ભરતી પ્રક્રિયા પર રોક લગાવ્યા પછી સિન્ડિકેટ સભ્યો દ્વારા માહિતી માંગવામાં આવતા આ વાતને આડકતરું સમર્થન મળી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...