તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Vadodara
 • Allegation That The Plot Allotted By The Municipality In The Name Of Green Belt In Vadodara Is Being Used Commercially, Congress Demands To Take Back The Plot

46 પ્લોટનો વિવાદ:વડોદરામાં પાલિકાએ ગ્રીન બેલ્ટના નામે ફાળવેલા પ્લોટનો વેપારી ધોરણે ઉપયોગ થતો હોવાનો આક્ષેપ, પ્લોટ પાછા લેવા કોંગ્રેસની માગ

વડોદરા14 દિવસ પહેલા
 • કૉપી લિંક
46 પ્લોટમાં થયેલી ગેરરીતિ સામે કોર્પોરેશન સ્થળ તપાસ કરે તેવી કોંગ્રેસની માગ - Divya Bhaskar
46 પ્લોટમાં થયેલી ગેરરીતિ સામે કોર્પોરેશન સ્થળ તપાસ કરે તેવી કોંગ્રેસની માગ
 • વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા મ્યુનિસિપલ કમિશનર અને મેયરને આવેદનપત્ર આપવામાં આવ્યું
 • ન્યુ સમા રોડ ઉપર વનીકરણ માટે અપાયેલા પ્લોટમાં સાંસદની ગ્રાન્ટમાંથી લેડીઝ ક્લબ બનાવી દેવાઇ

વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા ગ્રીન બેલ્ટ અને વનીકરણના નામે અગાઉ ફાળવવામાં આવેલા જે પ્લોટોનો વનીકરણ તરીકે ઉપયોગ થયો નથી અને વ્યાપારી ધોરણે ઉપયોગ થયો છે. તેમાં પ્લોટોની તપાસ કરવામાં આવે અને તે પરત લીધા બાદ જ બીજા પ્લોટો વનીકરણ માટે આપવામાં આવે તેવી માગ સાથે વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા મ્યુનિસિપલ કમિશનર અને મેયરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે, અગાઉ ન્યુ સમા રોડ ઉપર વનીકરણ માટે આપવામાં આવેલા પ્લોટમાં સાંસદની ગ્રાન્ટમાંથી લેડીઝ ક્લબ બનાવી દેવામાં આવી છે.

પ્લોટ કોર્પોરેશન હસ્તક લેવામાં આવે તેવી માગ કરી
વડોદરા શહેર કોગ્રેસ પ્રમુખ પ્રશાંત પટેલે જણાવ્યું હતું કે, વડોદરા શહેરના વિકાસ માટે અને વનીકરણને લઇને કોંગ્રેસ પાર્ટી પણ પાલિકાના નિર્ણયને બિરદાવે છે. પરંતુ, જે રીતે પ્લોટોનો દૂરુપયોગ થઇ રહ્યો છે. તે કોઈ પણ સંજોગોમાં ચલાવી લેવામાં આવશે નહીં. વડોદરા કોંગ્રેસના કાર્યકરો આવા વોર્ડમાં આવતા તમામ પ્લોટોની તપાસ કરીને ફાળવેલા પ્લોટોનો યોગ્ય ઉપયોગ થયો છે કે નહીં, તેની તપાસ કરીને પાલિકાને જાણ કરશે. જેના ભાગરૂપે આજે વોર્ડ નં-2માં હેગડેવાર ગાર્ડન, નાનુભાઈ ટાવર પાસે, સંતોષી નગર સોસાયટી સામે વડોદરા શહેર પ્રમુખ પ્રશાંત પટેલ, મહ્નાગરપાલિકાના કોંગ્રેસ પક્ષના નેતા અમી રાવત, કોર્પોરેટર, વોર્ડ નં-2ના કાર્યકરો અને પદાધિકારીઓ સાથે સ્થળની મુલાકાત લીધી હતી. જેમાં આ પ્લોટમાં વનીકરણના નામે કોઈ કામગીરી થઇ નથી. જેથી આ પ્લોટ કોર્પોરેશન હસ્તક લેવામાં આવે તેવી માગ કરી છે.

વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા મ્યુનિસિપલ કમિશનર અને મેયરને આવેદનપત્ર આપવામાં આવ્યું
વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા મ્યુનિસિપલ કમિશનર અને મેયરને આવેદનપત્ર આપવામાં આવ્યું

કોંગ્રેસના નેતાઓ દરેક વોર્ડમાં જઈ ચકાસણી કરશે
વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, હવેથી વડોદરાની પ્રજાને પ્રાથમિક સુવિધા અને વિકાસના કામો માટે વિપક્ષના નેતા, મહાનગરપાલિકામાં કોંગ્રેસ પક્ષના સભાસદો અને જે-તે વોર્ડમાં રહેતા કોંગ્રેસ પક્ષના જવાબદાર આગેવાનોને લઇને પ્રજાને લાભ મળે છે કે નહીં, તે દરેક વોર્ડમાં જઈ ચકાસણી કરીને જ્યાં ખામીઓ નજરે ચડશે ત્યાં મ્યુ. કમિશ્નર અને મેયરને યોગ્ય રજૂઆત કરવાનો નિર્ણય આવ્યો છે.

36 પ્લોટની ફરીથી ફાળવણી બાકી છે તેનો કબજો પરત લેવા માગ
જૂના 46 પ્લોટમાં થયેલી ગેરરીતિ સામે કોર્પોરેશન સ્થળ તપાસ કરીને મેયર તાત્કાલિક પ્રાથમિક તબક્કે પ્લોટનો કબજો લે અને પ્લોટની નિભાવણી નિયમ પ્રમાણે 10 વર્ષ સુધીની મર્યાદા પૂર્ણ થઈ હોય તેને તાત્કાલિક પરત લેવા, વનીકરણની જગ્યાએ અન્ય હેતુ માટે જે પ્લોટ વપરાયો હોય તેની પાસેથી વ્યાજ સાથે કોમર્શિયલ ભાડું વસૂલ કરવું, જે 36 પ્લોટની ફરીથી ફાળવણી(રિન્યુયલ) બાકી છે તે 36 પ્લોટનો કબજો પરત લેવો, બાકીના 10 પ્લોટની સ્થળ તપાસ કરી હેતુ સિવાય વપરાતા હોય તેનો પરત કબજો લેવા કોંગ્રેસે માગણી કરી છે.

ન્યુ સમા રોડ ઉપર વનીકરણ માટે અપાયેલા પ્લોટમાં સાંસદની ગ્રાન્ટમાંથી લેડીઝ ક્લબ બનાવી દેવાઇ
ન્યુ સમા રોડ ઉપર વનીકરણ માટે અપાયેલા પ્લોટમાં સાંસદની ગ્રાન્ટમાંથી લેડીઝ ક્લબ બનાવી દેવાઇ

કોર્પોરેશનના શાસકોએ 1 વર્ષના વ્યાજની 4 કરોડની રકમ વાપરી નથી
શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રશાંત પટેલ અને વિરોધ પક્ષના નેતા અમી રાવતે જણાવ્યુ હતું કે, વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન પાસે વૃક્ષારોપણ માટે 80 કરોડ રૂપિયાની અનામત રકમ પડેલી છે. જેનું વાર્ષિક વ્યાજ 4 કરોડ મળે છે. કોર્પોરેશન આ વ્યાજના રૂપિયા વૃક્ષારોપણ માટે ન વાપરીને અન્ય જગ્યાએ વાપરે છે. પાછલા 5 વર્ષમાં “મીશન-મીલીયન ટ્રી”ના કાર્યક્રમ છતાં પણ આજ દિવસ સુધી કોર્પોરેશનના શાસકોએ 1 વર્ષના વ્યાજની 4 કરોડની રકમ પણ વાપરી નથી.

શહેરમાં વૃક્ષોની સંખ્યા તો 50 થઈ ગઇ
વધુમાં પર્યાવરણવિદ અને કોર્પોરેશનના વિરોધ પક્ષના નેતા અમી રાવતે જણાવ્યુ હતું કે, પાછલા 10 વર્ષમાં વડોદરા શહેરનું ટ્રી-કવર (વૃક્ષોની ઘનતા) 50 ટકા ઓછું થયું છે અને વૃક્ષો કપાઈ ગયા છે. એનો મતલબ શાશક પક્ષ ભાજપના નેતાઓના આ તાયફા, જાહેરાતો અને “મીશન મીલ્યન ટ્રી”ની બોગસ વાતો પછી પણ શહેરમાં વૃક્ષોની સંખ્યા તો 50 થઈ ગઇ અને 10 લાખ વૃક્ષો વાવવાની વાત ભાજપના નેતાઓ ભૂલી ગયા છે.

પાછલા 10 વર્ષમાં વડોદરા શહેરનું ટ્રી-કવર (વૃક્ષોની ઘનતા) 50 ટકા ઓછું થયું છે
પાછલા 10 વર્ષમાં વડોદરા શહેરનું ટ્રી-કવર (વૃક્ષોની ઘનતા) 50 ટકા ઓછું થયું છે

ભાજપના નેતાઓએ વનીકરણના નામે પ્રજા સાથે છેતરપિંડી કરી
વધુમાં જણાવ્યું છે કે, ગુજરાત સરકારના વડોદરાના સામાજીક વનીકરણ વિભાગ (વન વિભાગ) અને વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના સંયુક્ત સર્વેમાં વડોદરા શહેરમાં 2011માં 7,47,193 વૃક્ષ હતા, જે 2020માં ઘટીને 3,15,354થી 3,47,186 સુધી થઈ ગયા છે. એટલે લગભગ 3 લાખની આસપાસ વૃક્ષો તો કપાઈ ગયા છે. તો શાશક પક્ષ ભાજપના નેતાઓએ વનીકરણ ક્યાં કર્યું ? એ મોટો પ્રશ્નાર્થ છે. ભાજપના નેતાઓએ વનીકરણના નામે પ્રજા સાથે છેતરપિંડી કરી છે.

કોંગ્રેસ દ્વારા આજે આપવામાં આવેલા આવેદન પત્રના મુખ્ય મુદ્દા

 • ગ્રીન બેલ્ટ / વનીકરણના નામે કોર્પોરેશનની કરોડો રૂપિયાની જમીન રાજકીય અને વગ ધરાવતા વ્યક્તિઓને ખાનગી ઉપયોગ માટે ફાળવી દેવા સામે વિરોધ અને જૂના પ્લોટમાં ભ્રષ્ટાચારની તપાસ અને તમામ પ્લોટ કોર્પોરેશન હસ્તક કરવા માગણી.
 • વિપક્ષના નેતા અમી રાવતે વનીકરણ કરવાને બદલે મોટે પાયે ભ્રષ્ટાચાર થયો છે. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ઘણા વર્ષોથી ગ્રીન બેલ્ટ નામે 46 પ્લોટ ફાળવેલા છે અને હવે નવા 75 પ્લોટ ફાળવવાની જાહેરાત કરી છે.
 • જૂના 46 પ્લોટની ફાળવણી જોતાં અમને આશ્ચર્ય થયું કે, ફક્ત રાજકીય વ્યક્તિઓ કે વગદાર ટ્રસ્ટોને, ભાજપના કોર્પોરેટરો, ધારાસભ્યોએ, સાંસદ સભ્યો વગેરેને ફાળવેલા છે, જેની જમીનની કિમત 200 કરોડથી વધારે થાય છે.
 • આશ્ચર્યજનક બાબત એ બહાર આવી છે કે, આમાંથી એક પણ પ્લોટમાં વનીકરણ થયું નથી. અને ગ્રીન બેલ્ટમાં ગેરકાયદેસર બાંધકામ કરી પોતાની ખાનગી પેઢીઓ, સંસ્થાઓ દ્વારા સેવાના નામે ગેરકાયદેસર રીતે કમાણી કરી ભ્રષ્ટાચાર કરી રહ્યા છે.
 • ગંભીર અને કૌભાંડની તપાસ માંગતો મહત્વનો મુદ્દો એ છે કે, વનીકરણ કોઈપણ પ્લોટમાં કે જગ્યાએ થયેલ નથી એટલે કે, જે હેતુ માટે પ્લોટની ફાળવણી કરવામાં આવી હતી. તેમાં વનીકરણ થયું જ નથી.
અન્ય સમાચારો પણ છે...