કોમન પ્લોટનો વિવાદ:પાલિકાના લીગલ એડવાઇઝરે સ્ટે માટે પક્ષ નબળો પાડ્યાનો આક્ષેપ

વડોદરાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • અલકાપુરી મિલનકુંજના કોમન પ્લોટનો વિવાદ
  • હોદ્દેદારો સાથેના મેળાપીપણાની તપાસ કરવા માગ

અલકાપુરી મિલનકુંજ સોસાયટીના કોમન પ્લોટમાં ગેરકાયેદે બાંધકામ કરીને કોર્મશિયલ હેતુ માટે તેનો વપરાશ કરવામાં આવી રહ્યો હોવાની ફરીયાદના આધારે બાંધકામ તોડી પાડવામાં આવ્યું હતું. જેની સામે સોસાયટીના હોદેદારોએ મનાઇ હુકમ માંગ્યો હતો. જોકે લીગલ એડવાઇઝર વિજય વૈરાગીએ હોદેદારો સાથે મેળાપીપણું કરીને કોર્પોરેશનનો પક્ષ નબળો કર્યો હોવાના આક્ષેપો ડો.વિરેન શાહ,પૂર્વ કોર્પોરેટર ગોપી તલાટીએ આક્ષેપો કર્યો છે.

વિજય વૈરાગીએ નાગરીકોના ટેક્ષના નાણાંમાંથી પગાર મેળવે છે અને કોર્પોરેશનના હિત વિરુધ્ધ અને પોતાના અંગત લાભ માટે આ પ્રકારનું કૃત્યું કર્યું હોવાના આક્ષેપો પણ કરવામાં આવ્યા હતા. કસૂરવારો સામે કાયદેસરની કાર્યવાહી કરવા તથા ખાતાકીય કાર્યવાહીમાં જણાતુ નુકશાન વસૂલ કરવાની માંગણી કોર્પોરેશન પાસે કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...