• Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • Allegation That Talati Has Formed A Ward Against The Collector's Circular In Varanama Village Of Vadodara, If The Objection Petition Is Not Heard, Hunger Strike Is Imminent

વિરોધ:વડોદરાના વરણામા ગામમાં તલાટીએ કલેક્ટરના પરિપત્ર વિરૂદ્ધ વોર્ડ રચના કરી હોવાના આક્ષેપ, વાંધા અરજીની સુનાવણી નહીં થાય તો ભૂખ હડતાળની ચીમકી ઉચ્ચારી

વડોદરા14 દિવસ પહેલા
  • કૉપી લિંક
વડોદરા જિલ્લાના વરણામાના ગ્રામજનો તથા આગેવાનોએ કલેકટર કચેરી ખાતે વિરોધ નોંધાવ્યો - Divya Bhaskar
વડોદરા જિલ્લાના વરણામાના ગ્રામજનો તથા આગેવાનોએ કલેકટર કચેરી ખાતે વિરોધ નોંધાવ્યો
  • તલાટી દ્વારા સરપંચને ફાયદો ​​​​​​​કરાવવાનો કારસો ​​​​​​​રચવામાં આવ્યો હોવાના આક્ષેપ

ગ્રામ પંચાયતની ચૂંટણી સંદર્ભે વરણામાના ગ્રામજનો અને આગેવાનોએ ચૂંટણીમાં કલેક્ટરના પરિપત્રની વિપરીત વોર્ડ રચના તલાટી દ્વારા કરવામાં આવી હોવાના આક્ષેપ સાથે ગ્રામજનોએ ભૂખ હડતાલની ચીમકી ઉચ્ચારી છે અને વડોદરા કલેક્ટર કચેરી ખાતે વિરોધ પ્રદર્શન કર્યું હતું.

વાંધા અરજીની સુનાવણી નહીં થાય તો ભૂખ હડતાળની ચીમકી
આગામી 19 ડિસેમ્બરે ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાવાની છે, ત્યારે વડોદરા જિલ્લાના વરણામાના ગ્રામજનો તથા આગેવાનોએ કલેકટર કચેરી ખાતે વિરોધ નોંધાવ્યો છે. તેઓએ કલેક્ટરને રજૂઆત કરી હતી કે, તલાટી દ્વારા સરપંચને ફાયદો કરાવવાનો કારસો રચવામાં આવ્યો છે. જેની સામે અમે વાંધા અરજી રજૂ કરી છે. મામલતદાર અને કલેક્ટર કચેરીમાં વારંવાર રજૂઆત છતાં જવાબ મળ્યો નથી અને અધિકારીઓ રજા પર ઉતરી જાય છે. ચૂંટણીમાં પારદર્શિતા હોવી જરૂરી છે. જેથી ચૂંટણીના જાહેરનામા અગાઉ વાંધા અરજીની સુનાવણી યોજાવી જોઈએ. નહીં તો ભૂખ હડતાલ પર ઉતરવાની નોબત આવશે.

ચિખોદરા જુથ ગ્રામ પંચાયત દ્વારા કલેક્ટરના નિર્ણયનો વિરોધ
તાજેતરમાં રખડતા પશુઓ માટે વડોદરા જિલ્લા કલેક્ટરે ચિખોદરા ગામ ખાતે જમીન ફાળવણીનો નિર્ણય લીધા બાદ ચિખોદરા જુથ ગ્રામ પંચાયત દ્વારા આ નિર્ણયનો વિરોધ કરવામાં આવ્યો છે. આ જમીનનો ઉપયોગ ચિખોદરા ગામના પશુપાલકો કરતા હોય બેરોજગારીનો પ્રશ્ન ઉદ્દભવશે તેવા હેતુથી કલેકટરને રજૂઆત કરી છે.

કલેક્ટરે ચિખોદરા ગામ ખાતે જમીન ફાળવણીનો નિર્ણય લીધા બાદ ચિખોદરા જુથ ગ્રામ પંચાયત દ્વારા આ નિર્ણયનો વિરોધ કરવામાં આવ્યો
કલેક્ટરે ચિખોદરા ગામ ખાતે જમીન ફાળવણીનો નિર્ણય લીધા બાદ ચિખોદરા જુથ ગ્રામ પંચાયત દ્વારા આ નિર્ણયનો વિરોધ કરવામાં આવ્યો

જગ્યાની ફાળવણી બાબતે વિરોધ કર્યો
કલેકટર કચેરી ખાતે ચિખોદરાના ગ્રામજનોએ આવેદનપત્ર થકી રજૂઆત કરી હતી કે, ગામની ગૌચરની જમીનમાં ગામના લોકો પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલ હોવાથી આ પશુપાલકો તેનો ઉપયોગ ઢોર ચરાવવા માટે કરી રહ્યા છે. અને તેના આધારે તેઓનું જીવન નિર્વાહ ચાલે છે. હાલમાં કલેક્ટર દ્વારા ચિખોદરા ગામની બ્લોક સર્વેનંબર 420 વાળી જમીન રખડતા પશુઓ માટે ફાળવવાની જાહેરાત કરવામાં આવી છે. જેથી ચિખોદર ગામના પશુપાલકોની જીવાદોરીનો પ્રશ્ન ઉદ્ભવ્યો છે અને પશુપાલકોને આર્થિક નુકસાન પણ થવાની શક્યતા છે. પરિણામે ગામમાં બેરોજગારીની સંખ્યા પણ વધે તેવી પરિસ્થિતિ નિર્માણ થાય તેવા સંજોગો ઊભા થયા છે જેથી જગ્યાની ફાળવણી બાબતે અમે વિરોધ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...