તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
વાસણા-ભાયલી કેનાલ રોડ પર રહેતા રહીશોએ તાંદલજા વિસ્તારમાં આવેલી 5 જમીનો અશાંતધારાના કાયદાનું ઉલ્લંઘન કરીને વેચાઈ હોવાના આક્ષેપ સાથે શહેર પોલીસ ડેપ્યુટી કમિશનને મળી આ અંગે રજૂઆત કરી હતી. આ રજૂઆતને લઈને રહીશો ગુરૂવારે કલેક્ટરને પણ મળવાના છે.તેમજ જો આ જમીનો અશાંતધારાના કાયદાનું ઉલ્લંઘન કરીને વેચવામાં આવી હોય તો તેની સામે કાર્યવાહી કરવા માટે રહીશોએ માંગણી કરી છે.
વાસણા ભાયલી રોડ પર રહેતા રહીશોઅે ડીસીપી કરણરાજ વાઘેલા સમક્ષ રજૂઅાત કરી હતી કે તેમના વિસ્તારમાં હિંદુઓ દ્વારા લઘુમતીકોમને વેચાયેલી 5 જમીન જેમાં સર્વે નંબર 266,269-1,264-2,270નો સમાવેશ થાય છે. જેમાં અશાંતધારાની પરમિશન કેવી રીતે અપાઈ તેના પર શંકા છે. જે દસ્તાવેજો જોઈને ડે.કમિશનર દ્વારા રહીશોને આ અંગે કલેક્ટરને મળવાનું જણાવ્યું હતું. હવે વાસણા-ભાયલી કેનાલ રોડના રહીશો ગુરૂવારે કલેક્ટરને મળીને આ અંગે તેમનું ધ્યાન દોરશે.
રહીશોના આક્ષેપ મુજબ હિંદુ અંબાલાલ વણકરની તાંદલજા સ્થિત સર્વે નંબર 259ની જમીનમાં અશાંતધારાના કાયદાનું પાલન કર્યા વગર જમીન વેચવામાં આવી હોવાની શંકા છે. આ ઉપરાંત વિસ્તારમાં લઘુમતીઓ દ્વારા પોતાના ઘરોમાં માઈક મુકીને મોટા અવાજે અલગ અલગ કાર્યક્રમો કરતા હોવાની અને હિંદુ લોકોને ઘર ખાલી કરાવવા તેમને ધમકાવવામાં આવતા હોવાની પણ સ્થાનિકોનો આરોપ છે. સર્વે નંબર 260,266,267 માં પણ લઘુમતીઓની સ્કિમ માટે પ્લાનિંગ ચાલી રહ્યું છે.જેેથી લઘુમતી સમાજના લોકો માટે જે મકાનો અને મસ્જીદ બંધાઈ રહી છે તેને રોકવામાં આવે તેવી માંગણી કરાઇ છે.
પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.