તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Vadodara
 • Allegation Of Locals Collecting Tax In Newly Included Areas Within The Limits Of Vadodara Municipal Corporation Without Notification Of The Government, Mun. Submitted To The Commissioner For Tax Exemption

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રોષ:વડોદરા મહાનગરપાલિકાની હદમાં નવા સમાવિષ્ઠ વિસ્તારોમાં સરકારના નોટિફિકેશન વિના વેરા ઉઘરાવતા સ્થાનિકોનો આક્ષેપ, મ્યુનિ. કમિશનરને વેરા માફી માટે રજૂઆત કરી

વડોદરા2 મહિનો પહેલા
વેરા માફીને લઈને કરોડિયા રોડના સ્થાનિકોએ કમિશનરને આવેદનપત્ર આપ્યું હતું - Divya Bhaskar
વેરા માફીને લઈને કરોડિયા રોડના સ્થાનિકોએ કમિશનરને આવેદનપત્ર આપ્યું હતું
 • ગોરવા પંચવટીથી કરોડિયા વચ્ચેની સોસાયટીઓમાં પાલિકા દ્વારા 2 વર્ષના વેરા ઉઘરાવામાં આવ્યા

વડોદરા મહાનગરપાલિકાની હદમાં સમાવેશ થયેલા કેટલાક વિસ્તારમાં સરકારના નોટિફિકેશન વગર વેરા ઉઘરાવામાં આવ્યા હોવાના આક્ષેપ સાથે RSPના કાર્યકરોએ મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી.

સુવિધા આપ્યા વિના જ વેરા ઉઘરાવવામાં આવે છે
રાષ્ટ્રીય સુરક્ષા પાર્ટીના કાર્યકર સ્વેજલ વ્યાસની આગેવાનીમાં ગામ લોકો દ્વારા આપવામાં આવેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે, ગોરવા પંચવટીથી કરોડિયા વચ્ચેની સોસાયટીઓમાં કોર્પોરેશન દ્વારા 2 વર્ષના વેરા ઉઘરાવામાં આવ્યા છે. રોડ, પાણી, ગટર, સ્ટ્રીટલાઇટ, સફાઈ જેવી કોઈ જ સુવિધા આપવામાં આવી નથી. રાજ્ય સરકારના નોટિફિકેશન વગર કોર્પોરેશન દ્વારા કોઇ જ સુવિધા આપ્યા વિના વેરાની બજવણી અને ઉઘરાણી કોના ઈશારે કરવામાં આવી છે. તે દિશામાં તપાસ કરવામાં આવે અને હજારો ઘરોમાંથી ઉઘરાવેલા પૈસા તાત્કાલિક પાછા આપવામાં આવે અથવા રાજ્ય સરકારની નોટિફિકેશન બાદ મિલકત વેરાના બીલ આપવામાં આવશે. તે નવા બે વર્ષના બીલ માફ કરવામાં આવે.

કોર્પોરેશનની હદમાં નવા 7 ગામમાં કરોડિયાનો પણ સમાવેશ થયો છે
આ ઉપરાંત કોર્પોરેશનની હદમાં નવા 7 ગામોમાં કરોડિયાનો પણ સમાવેશ થયો છે. આ વિસ્તારમાં રોડ, પાણી, ગટર, સ્ટ્રીટલાઇટ, સફાઈ જેવી કોઈજ સુવિધા આપવામાં આવી નથી અને સ્થાનિકો સ્વખર્ચે પ્રાથમિક સુવિધાઓ ઉભી કરે છે તો કોર્પોરેશન દ્વારા કયા આધાર પર બે વર્ષ ના વેરા ઉઘરાવામાં આવ્યા તેવા સવાલો ઉભા થઈ રહ્યા છે. જ્યાં સુધી તમામ સુવિધા કોર્પોરેશન દ્વારા આપવામાં ન આવે ત્યાં સુધી કોઇ વેરા ભરવામાં નહીં આવે, જેથી વહેલી તકે કોર્પોરેશનને લગતી તમામ સુવિધા નવા વિસ્તારમાં આપવામાં આવે તેવી રજૂઆત કરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો