રક્ષાબંધનના કારણે વેઇટિંગ:યુપી તરફની તમામ ટ્રેન ફુલ, બસનાં ભાડાં 50 ટકા વધ્યાં

વડોદરા4 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • રક્ષાબંધનના તહેવારને કારણે 6થી 20 ઓગસ્ટ સુધી વેઇટિંગ
  • ઇન્દૌર અને મુંબઇ તરફ જતી ટ્રેનોમાં પણ સીટ ઉપલબ્ધ નથી

રક્ષાબંધન અવસરે 6થી20 ઓગસ્ટ સુધી મુંબઇ, દિલ્હી, જયપુર, ઇન્દોર અને ભોપાલ તરફ જનારી ટ્રેનોમાં એસી-3 કે સ્લીપર કલાસમાં સીટ ઉપલબ્ધ નથી. જો કે આવી જ હાલત ઉકત શહેરોમાંથી આવતી ટ્રેનોની છે. બીજી બાજુ મુંબઇ, પૂના, ઇન્દોર વગેરે સ્થળોએ આવાગમન કરતી ખાનગી બસોના ભાડામાં 50 ટકાનો વધારો કરાયો છે.

રેલવે ડિવિઝનના પીઆરઓ પ્રદિપ શર્માએ જણાવ્યું હતું કે ‘રેગ્યુલર ટ્રેનોમાં લાંબા વેઇટિંગની સ્થિતી તહેવારોને કારણે છે. આગામી દિવસોમાં કેટલીક સ્પેશીયલ ટ્રેનો શરુ કરવા રેલવે તંત્ર વિચારી રહ્યું છે.બાલાજી ટ્રાવેલ્સના નીતેશ મિતલ કહે છે કે ‘ખાનગી લકઝરી બસોના ભાડામાં પણ 20થી 25 ટકાનો વધારો થયો છે.

રાજકોટ, દ્વારકા, સોમનાથ, ઇન્દોર, ભોપાલ જતી-આવતી બસોના ભાડામાં ભારે વધારો થયો છે. કેટલાક ટાવેલ્સ સંચાલકોએ તો ડબલ ભાડા કરી દીધા છે. આગામી 20મી ઓગસ્ટ સુધી લકઝરી બસોમાં ટિકિટ મેળવવી મુશ્કેલ બની છે.

ફિરોજપુર એકસપ્રેસ ચાલુ ના થતાં યાત્રીઓની તકલીફમાં વધારો થયો
મોટાભાગની ટ્રેનો ફરી શરુ થઇ ગઇ છે, ટ્રેનમાં સ્લીપર અને જનરલ કોચ હોવાથી મધ્યમવર્ગના યાત્રીઓ માટે ટ્રેન આશીર્વાદ સમાન છે. > ઓમકારનાથ તિવારી, પ્રમુખ, પાસ હોલ્ડર એસોસીયેશન

અન્ય સમાચારો પણ છે...