તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના રસીકરણ:વિદેશ જતા તમામને હવે 28 દિવસ બાદ રસીનો બીજો ડોઝ

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસવીર
  • કોર્પોરેશનની વેબસાઇટ પર ઓનલાઇન બુકિંગ શરૂ કરાયું
  • 18 વર્ષથી ઉપરના વધુ 5898 લોકોને પહેલો ડોઝ અપાયો

અગાઉ અભ્યાસ માટે વિદેશ જતા વિદ્યાર્થીઓને રસીનો બીજો ડોઝ 28 દિવસ બાદ અપાતો હતો, જ્યારે હવે સરકારે વિદેશ જતા તમામ લોકોને 28 દિવસે બીજો ડોઝ આપવાનું નક્કી કર્યું છે. જે માટેનું બુકિંગ મંગળવારથી શરૂ કરાયું છે. રાજ્ય સરકારની સૂચના બાદ હવે કોર્પોરેશન દ્વારા વિદેશ જનારા તમામ લોકોને રસીનો બીજો ડોઝ આપવા માટેની તૈયારી હાથ ધરી છે, જે અંગે મંગળવારથી ઓનલાઈન બુકિંગ શરૂ કરવામાં આવ્યું છે.

આરોગ્ય વિભાગ દ્વારા જણાવ્યા મુજબ જે લોકો પાસે વિઝા હશે તેમને 28 દિવસ બાદ રસીનો બીજો ડોઝ મળશે. જોકે હજુ આ માટે માત્ર બુકિંગ શરૂ કરવામાં આવ્યું છે. રસીકરણ 2 દિવસમાં શરૂ કરવામાં આવશે. બીજી તરફ મંગળવારે 18 વર્ષથી ઉપરના માત્ર 5898 લોકોએ રસીનો પહેલો ડોઝ લીધો હતો. આ સાથે આ ઉંમરના 63.59% લોકોએ રસી મુકાવી છે.

પાદરાનાં વધુ 3 ગામોને 100 ટકા રસીકરણ
પાદરા તાલુકાના મોભા, વણછરા અને અંબાડા ગામના તમામ લોકોએ રસીકરણ કરાવતા આ 3 ગામમાં 100 ટકા રસીકરણનું લક્ષ્ય સિદ્ધ થયું છે. બીજીબાજુ પાલિકા દ્વારા તેમના અર્બન હેલ્થ સેન્ટર અંતર્ગત આવતા વિસ્તારમાં કેટલું રસીકરણ કરવું તે અંગે કોઈ અલગથી ગણતરી કરાતી નથી.

અન્ય સમાચારો પણ છે...