રસીકરણ અભિયાન:વડોદરાના વરણામા તથા પોરની શાળાઓમાં ભણતા તમામ તરૂણોએ વેક્સિન મુકાવી

વડોદરા21 દિવસ પહેલા
  • કૉપી લિંક
બંને શાળાઓના તમામ રસીને પાત્ર તરૂણોનું 100% રસીકરણ પૂર્ણ કરવામાં આવ્યું છે. - Divya Bhaskar
બંને શાળાઓના તમામ રસીને પાત્ર તરૂણોનું 100% રસીકરણ પૂર્ણ કરવામાં આવ્યું છે.
  • આરોગ્ય અને શિક્ષણ વિભાગના સંકલનને કારણે સફળતા મળી

વડોદરા તાલુકાના વરણામા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વિસ્તારમાં આવતી શારદા સેવાશ્રમ મંદિર, વરણામા અને બળીયાદેવ હાઇસ્કુલ, પોરમાં અભ્યાસ કરતા 15થી 18 વર્ષના અનુક્રમે 441 અને 240 એમ કુલ 681 તરૂણોને આજે કોવિડની રસી આપીને સુરક્ષિત કરવામાં આવ્યા હતા.

વડોદરા જિલ્લા પંચાયતના અધ્યક્ષ અશોકભાઇ પટેલે રસીકરણનું નિરીક્ષણ કરીને તરૂણોને પ્રોત્સાહિત કરવાની સાથે વાલીઓની જાગૃતિને બિરદાવી હતી અને આરોગ્ય તથા શિક્ષણ વિભાગોને સફળ સંકલન માટે અભિનંદન આપ્યા હતા. આરોગ્ય ટીમના લીડર અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વરણામાનાં તબીબી અધિકારી ડો.વસિમે જણાવ્યું હતું કે, રસી મેળવવાને પાત્ર તરૂણોની અગાઉથી યાદી મેળવી લઈને આયોજન કરવામાં આવ્યું હતું.

શાળા સ્ટાફે વાલીઓનો સંપર્ક કરીને રસી લેવાના લાભો સમજાવ્યા અને પ્રત્યેક તરુણ રસી લેવા આવે તે માટેના પ્રયત્નો કર્યાં હતા. આરોગ્ય સ્ટાફે પણ કોઈ ખોટો ડર રાખવાની જરૂર નથી. રસી સલામત છે તેવી સમજણ આપી હતી. જેથી ધારી સફળતા મળી છે. આરોગ્ય સ્ટાફ દ્વારા તથા શાળાના સહયોગથી બંને શાળાઓના તમામ રસીને પાત્ર તરૂણોનું 100% રસીકરણ પૂર્ણ કરવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...