તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પ્રદેશ કારોબારીની બેઠક:પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ સહિત તમામ નેતાઓ ટ્રેન અને બસમાં બેસીને કેવડિયા પહોંચ્યા, પ્રથમ દિવસે સભ્યોની નોંધણી કરાઇ

કેવડિયા16 દિવસ પહેલા
ભાજપ પ્રદેશ કારોબારીની બેઠક કેવડિયા કોલોની સ્ટેચ્યૂ ઓફ યુનિટી નજીક નર્મદા ટેન્ટ સિટી-2માં પ્રારંભ થયો
  • કેન્દ્રીય સંરક્ષણ મંત્રીની હાજરીમાં વિશેષ એપ્લિકેશનો અને પ્રોગ્રામ્સથી સજ્જ 750 કાર્યકરોને ટેબલેટ અપાશે

ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલના કાર્યકાળની બીજી પ્રદેશ કારોબારીની બેઠક કેવડિયા કોલોની સ્ટેચ્યૂ ઓફ યુનિટી નજીક નર્મદા ટેન્ટ સિટી-2માં પ્રારંભ થયો છે. ગુજરાત ભાજપની પ્રદેશ કારોબારીની આ બેઠક આજથી શરૂ થઇ છે. આજે પ્રથમ દિવસે ભાગ લેનાર તમામ હોદેદારો સભ્યોની નોંધણી કરવામાં આવી હતી. આ બેઠકમાં પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ, મંત્રીઓ અને તમામ પદાધિકારીઓને પોતાની ગાડીમાં નહીં, બસ કે ટ્રેનમાં કેવડિયા પહોંચ્યા હતા.

ભાજપના કારોબારી સભ્યોને SOPની સૂચના અપાઈ
વડાપ્રધાન મોદીના કેવડિયાને ઇલેક્ટ્રિક વાહન યુક્ત સિટી બનાવવાના ધ્યેયને કારણે મંત્રીઓ અને આગેવાનોને ગાડીઓ નહીં લાવવા કહેવામાં આવ્યું છે. આ કારોબારીમાં પદાધિકારીઓ ઉપરાંત 600 જેટલા આગેવાનો ઉપસ્થિત રહેશે. તમામને ભાજપના કારોબારી સભ્યોને SOPની સૂચના અપાઈ છે. જેનું પાલન કરી રહ્યા છે.

પ્રદેશ ભાજપ પ્રમુખના ડ્રીમ પ્રોજેક્ટ ગુજરાત ડિજિટલ કનેક્ટનું ગ્રાન્ડ લોન્ચિંગ થશે
પ્રદેશ ભાજપ પ્રમુખના ડ્રીમ પ્રોજેક્ટ ગુજરાત ડિજિટલ કનેક્ટનું ગ્રાન્ડ લોન્ચિંગ થશે

મુખ્યમંત્રી હેલિકોપ્ટરથી કેવડિયા પહોંચશે
આ બેઠકમાં ભાગલેવા આજે મુખ્યમંત્રી વિજય રૂપાણી સીધા હેલિકોપ્ટરથી કેવડિયા પહોંચશે. આ ઉપરાંત પ્રદેશ કારોબારીના અંતિમ દિવસ 3 સપ્ટેમ્બરે કારોબારીના સમાપન પહેલા રક્ષામંત્રી સહિતના કેન્દ્રીય મંત્રીઓ, પ્રદેશ અધ્યક્ષ, મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી સહિત તમામ સભ્યો સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાત લેશે. ગુજરાત ડિજિટલ ક્નેક્ટ પ્રોજેક્ટનું લોન્ચિંગ થશે. વિધાનસભાની ચૂંટણી અંગેનો રોડ મેપ તૈયાર કરવામાં આવશે. આ માટે પાટીલની જમ્બો કારોબારીમાં ચર્ચા કરવામાં આવશે. આ બેઠકના વિવિધ એજન્ડાની સાથે કારોબારી સભ્યો માટે ખાસ ગાઈડલાઈન આપવામાં આવી છે.

કેન્દ્રીય સંરક્ષણ મંત્રીની હાજરીમાં વિશેષ એપ્લિકેશનો અને પ્રોગ્રામ્સથી સજ્જ 750 કાર્યકરોને ટેબલેટ અપાશે
કેન્દ્રીય સંરક્ષણ મંત્રીની હાજરીમાં વિશેષ એપ્લિકેશનો અને પ્રોગ્રામ્સથી સજ્જ 750 કાર્યકરોને ટેબલેટ અપાશે

પ્રદેશ ભાજપ પ્રમુખના ડ્રીમ પ્રોજેક્ટ ગુજરાત ડિજિટલ કનેક્ટનું ગ્રાન્ડ લોન્ચિંગ થશે
આ બેઠકમાં પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલના ડ્રીમ પ્રોજેક્ટ ગુજરાત ડિજિટલ કનેક્ટનું ગ્રાન્ડ લોન્ચિંગ થશે. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડાની ઉપસ્થિતિમાં વિશેષ એપ્લિકેશનો અને પ્રોગ્રામ્સથી સજ્જ 750 મહત્વના કાર્યકરોને ટેબલેટ અપાશે. આ ટેબલેટમાં કેન્દ્ર તથા ગુજરાત સરકારની તમામ જનહિતની યોજના, કાર્યક્રમોની વિગતો, ફોર્મ વગેરે રહેશે. આ ઉપરાંત પાર્ટીના કાર્યક્રમો, વિઝન, જે-તે કાર્યકરના પ્રવાસો, સંપર્ક અને ભાવિ કાર્યક્રમો પણ અપડેટ કરી શકાશે. કાર્યકર દ્વારા કોઇ રજૂઆત થઇ હોય તો તેની પ્રગતિ ક્યાં સુધી પહોંચી તેની જાણકારી તેને પ્રાપ્ત થાય એ દિશામાં કામગીરી શરૂ કરાઈ છે.

આજે પ્રથમ દિવસે ભાગ લેનાર તમામ હોદેદારો સભ્યોની નોંધણી કરવામાં આવી હતી
આજે પ્રથમ દિવસે ભાગ લેનાર તમામ હોદેદારો સભ્યોની નોંધણી કરવામાં આવી હતી

ચૂંટણી દરમિયાન પ્રચાર કેવી રીતે કરવો તેની માહિતી અપાશે
આ બેઠકમાં ચૂંટણી દરમિયાન પ્રચાર કેવી રીતે કરવો અને ભાજપના તમામ સભ્યોએ સોશિયલ મીડિયામાં કેવી રીતે એક્ટિવ રહેવું અને ચૂંટણી સુધી વ્યૂહ રચના કરીને 27 વર્ષની સત્તા વિરોધીતાને મતોમાં કેવી રીતે રૂપાંતરિત કરવી. આ અંગે માહિતી આપવામાં આવશે. આ ઉપરાંત લોકોની વચ્ચે જવું અને લોકોની સમસ્યાઓનું નિરાકરણ કરવા સિવાય, જો કોરોનાની બીજી લહેરમાં ક્યાંય પણ વહીવટની અછત હોય, તો તેને કેવી રીતે દૂર કરવી તે અંગે ચર્ચા કરવામાં આવશે.
(અહેવાલઃ પ્રવિણ પટવારી, રાજપીપળા)

અન્ય સમાચારો પણ છે...