ફાયર સેફ્ટી:MSUની તમામ ફેકલ્ટીઓને હવે ફાયર સેફ્ટીથી સજ્જ કરી એનઓસી લેવાશે

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • હેરિટેજ કેટેગરીમાં આવતી બિલ્ડિંગોને ફાયર એનઓસીમાંથી બાકાત રખાશે
  • ચંદ્રમોહને​​​​​​​ આગ લગાડતાં 4 વર્ષ પૂર્વે માત્ર હેડ ઓફિસમાં ફાયર NOC લેવાઇ હતી

એમ.એસ.યુનિવર્સિટીમાં વિવિધ ફેકલ્ટીઓમાં ફાયર સેફટીની પરવાનગી લેવાની પ્રક્રિયા કરવામાં આવશે. ચાર વર્ષ પહેલા ફાઇન આર્ટસના વિદ્યાર્થી ચંદ્રમોહને હેડ ઓફીસમાં આગ લગાડ્યા પછી હેડ ઓફીસમાં ફાયર એનઓસી લેવાઇ હતી. જોકે ફેકલ્ટીઓમાં ફાયર એનઓસી લેવાઇ ના હતી. યુનિવર્સિટી દ્વારા તમામ ફેકલ્ટીઓમાં ફાયર એનઓસીની પ્રક્રિયા હાથ ધરાશે. જે બિલ્ડિગો હેરીટેજ કેટેગરીમાં આવે છે તે બિલ્ડિંગોને ફાયર એનઓસીમાંથી બાકાત રખાશે. જેમાં આર્ટસ ફેકલ્ટી, એજ્યુકેશન સાયકોલોજી ફેકલ્ટી, સાયન્સ ફેકલ્ટીનો આગળના ભાગ સહિતની બિલ્ડિંગનો સમાવેશ થાય છે.

જે બિલ્ડિગોમાં ફાયર એનઓસી શકય નથી તેમાં બહાર બાજુથી પાઇપ લગાડીની ફાયર સેફટીની સુવિધા ઉભી કરવામાં આવશે. જે બિલ્ડિંગમાં ફાયર એનઓસી શકય છે તે તમામ જગ્યાઓ પર પ્રક્રિયા હાથ ધરાશે. યુનિવર્સિટી સત્તાધીશો દ્વારા અત્યારે પાદરા કોલેજ,હેલ્થ સેન્ટર તથા એકસપરીમેન્ટલ સ્કૂલમાં ફાયર એનઓસીની પ્રક્રિયા શરૂ કરી દેવાઇ છે. તબકકાવાર વિવિધ ફેકલ્ટીઓમાં ફાયર એનઓસીની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

મશારાજા સયાજીરાવ યુનિવર્સિટી હેડ ઓફીસ ખાતે વર્તમાન બિલ્ડિગની ફાયર એનઓસી લેવાઇ છે જોકે અત્યારે તૈયાર કરવામાં આવેલી નવી બિલ્ડિંગ ની ફાયર એનઓસીની પ્રક્રિયા હજુ બાકી છે. જે પણ આગામી સમયમાં લેવાશે. ઉલ્લેખનીય છે કે ફાઇન આર્ટના વિવાદસ્પદ ચિત્રો બનાવનાર વિદ્યાર્થી ચંદ્રમોહનને ડિગ્રી નહિ મળતા તેના દ્વારા ચાર વર્ષ પહેલા હેડ ઓફીસ ખાતે આગ લગાડી દેવામાં આવી હોવાની ઘટના બની હતી.

​​​​​​​ત્યારબાદ યુનિવર્સિટી તંત્રએ ફાયર એનઓસીની પ્રક્રિયા શરૂ કરી હતી જેમાં હેડ ઓફીસના રીનોવેશનની સાથે ફાયર સેફટીની તમામ સુવિધા ઉભી કરીને ફાયર એનઓસી લેવામાં આવી હતી. યુનિ.ની વિવિધ ફેકલ્ટીઓમાં ફાયર એનઓસી મેળવવાની પ્રક્રિયા શરૂ કરાઇ હતી જોકે યોગ્ય રીતે કોઇ કાર્યવાહી કરવામાં ના આવતા ફાયર એનઓસી મેળવી શકાઇ ના હતી.

અન્ય સમાચારો પણ છે...