તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર વિશેષ:6 માસમાં RTOની તમામ કામગીરી ઓનલાઇન થશે

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસ્વીર - Divya Bhaskar
ફાઈલ તસ્વીર
  • દિલ્હી બાદ ગુજરાતમાં પણ લોકોને આરટીઓ સુધી જવું ન પડે તે માટે કવાયત

દિલ્હીમાં બે દિવસ અગાઉ મુખ્યમંત્રી કેજરીવાલે એક આરટીઓ ઓફિસને પ્રાયોગિક ધોરણે તાળું મારી તમામ કામ ઓનલાઇન શરૂ કરાવ્યું છે. જેને ટાંકીને રાજ્યના નાગરિકે સોશિયલ મીડિયા પર ટ્રાન્સપોર્ટ કમિશનરને સવાલ કર્યો કે, અાપણે ત્યાં ક્યારે અાવું થશે. જેના જવાબમાં ટ્રાન્સપોર્ટ કમિશનર રાજેશ માંચુઅે જવાબ અાપ્યો કે, લાઇસન્સ રિન્યુઅલ સહિતનાં 18 કામ ઓનલાઇન કરાય છે. ટૂંક સમયમાં બધી કામગીરી ઓનલાઇન થશે. જ્યારે રાજ્યના અગ્ર સચિવ મનોજકુમાર દાસે જણાવ્યું કે, તમામ કામગીરી અોનલાઇન કરવાની પ્રક્રિયા છ મહિના પહેલાં પૂરી કરી દેવાશે.

કેન્દ્ર દ્વારા ગુજરાતના ટ્રાન્સપોર્ટ્સ અને પરિવહન વિભાગને અારટીઅોને લગતી તમામ કામગીરી કેવી રીતે ઓનલાઈન કરવી તેનો રોડમેપ મોકલ્યો છે. ગુજરાત સરકાર દ્વારા તબક્કાવાર અમલીકરણ થઈ રહ્યું છે. લર્નિંગ લાઇસન્સ માટે મોબાઈલ એપ દ્વારા પરીક્ષા અપાય તે માટે ફોર્મેટ તૈયાર કરાયું છે.

પાકા લાઇસન્સ માટે ખાનગી સંસ્થાઓને ટ્રેક આપવા જોગવાઈ છે છતાં હજુ જૂના વાહનના નામફેર સહિતની 5 મુખ્ય કામગીરી માટે લોકોને આરટીઓ આવવું પડે છે, જે છ માસ પહેલાં અોનલાઇન કરી દેવાશે, તેમ રાજ્યના અગ્ર સચિવ મનોજકુમાર દાસે જણાવ્યું છે. જોકે કોમર્શિયલ એક્ટિવિટીમાં વાહનોની ફિટનેસની ચકાસણી માટે વાહનમાલિકે આરટીઓ જવું પડશે.

વડોદરા RTOમાં HSRPનું કેશ કાઉન્ટર બંધ
વડોદરા આરટીઓ ખાતે એચએસઆરપી નંબર પ્લેટ માટે અગાઉ કેશ ભરીને કામગીરી કરાતી હતી. હવે અોનલાઇન પેમેન્ટ સિસ્ટમ ફરજિયાત કરાતા કેશ કાઉન્ટર બંધ કરવામાં અાવ્યું છે. હવેથી ઓનલાઇન પૈસા ભરેલી રસીદ અથવા એન્ટ્રી કાઉન્ટર ઉપર બતાવવાથી એચએસઆરપી નંબર પ્લેટ નાખી આપવામાં આવશે.

હજુ કઈ કામગીરી માટે આરટીઓ આવવું પડે છે?

  • જૂનું વાહન ટ્રાન્સફર કરવા
  • ઇન્ટરનેશનલ લાઇસન્સ કઢાવવા
  • એડ્રેસ સાથે વાહન ટ્રાન્સફર
  • બેકલોગ માટે
  • ટેસ્ટ ટ્રેક માટે

ડીલરોને રજિસ્ટ્રેશનની જવાબદારી સોંપવાના નિર્ણયથી કચવાટ
નવું વાહન ખરીદનારને ડીલર ઓફિસથી જ તેના આધાર કાર્ડનો નંબર નાખતાં બાયોમેટ્રિકમાં ફિંગર પ્રિન્ટ મેચ કરી વાહન આપવાની અને રજિસ્ટ્રેશનની જવાબદારી ડીલરોને સોંપાશે. અા નિણર્ય સામે ડીલરોમાં કચવાટ જોવા મળ્યો છે. આ સિસ્ટમનો અમલ થાય તો વાહન વેચવાની અને રજિસ્ટ્રેશન કરવાની તમામ જવાબદારી તેમના માથે આવે છે વાહન ખરીદનાર કોઇ ગુનો કરે અથવા ખોટું થાય તો તે માટે ડીલર જવાબદાર ઠરે છે.

અન્ય સમાચારો પણ છે...