• Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • All Preparations For 260 Gram Panchayat Elections In Vadodara District Have Been Completed, Officials Have Been Dispatched With Voting Materials

આખરી ઓપ:વડોદરા જિલ્લામાં 260 ગ્રામ પંચાયતની ચૂંટણીની તમામ તૈયારીઓ પૂર્ણ, અધિકારીઓને મતદાન સામગ્રી સાથે રવાના કરાયા

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
જિલ્લામાં કુલ 27 ગ્રામ પંચાયતો સમરસ જાહેર થઇ છે. - Divya Bhaskar
જિલ્લામાં કુલ 27 ગ્રામ પંચાયતો સમરસ જાહેર થઇ છે.
  • ગ્રામ પંચાયતોની ચૂંટણીનું મતદાન બેલેટ પેપરથી થશે

વડોદરા જિલ્લામાં 260 ગ્રામ પંચાયતોમાં સરપંચ સહિત 1494 વોર્ડની સામાન્ય અને બે ગ્રામ પંચાયતોની પેટા ચૂંટણી આવતીકાલ 19 ડિસેમ્બર-૨૦૨૧ના રોજ સવારે 7 કલાકથી સાંજના 6 કલાક સુધી યોજાશે. જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ગ્રામ પંચાયતોની ચૂંટણી અંગેની તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે.જિલ્લામાં કુલ 27 ગ્રામ પંચાયતો સમરસ જાહેર થઇ છે. ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે આજે રવાનગી કેન્દ્રો પરથી મતદાન સામગ્રી રવાના કરવામાં આવી હતી.વડોદરા જિલ્લામાં ગ્રામ પંચાયતોની ચૂંટણીનું મતદાન બેલેટ પેપરથી થશે.

1292 પોલીસ સ્ટાફની નિમણૂક
વડોદરા જિલ્લામાં ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણીમાં 576 મતદાન મથકો પર 2,21,222 પુરુષ અને 2,07,379 સ્ત્રી અને અન્ય એક મતદારો સહિત કુલ- 4,28,602 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.વડોદરા જિલ્લામાં ગ્રામ પંચાયતોની ચૂંટણી કામગીરી માટે 68 ચૂંટણી અધિકારી,68 મદદનીશ ચૂંટણી અધિકારી, 3219 પોલિંગ સ્ટાફ અને કાયદો થતા વ્યવસ્થા જાળવવા માટે 1292 પોલીસ સ્ટાફની નિમણૂક કરવામાં આવી છે. ચૂંટણી માટે 883 મત પેટીઓ ઉપયોગમાં લેવામાં આવશે.

મત ગણતરી તા.21 ડિસેમ્બરે યોજાશે
ગ્રામ પંચાયત ચૂંટણીની મત ગણતરી તા.21 ડિસેમ્બરના રોજ હાથ ધરવામાં આવશે. મત ગણતરી આઠ સ્થળોએ 27 હોલમાં થશે.આ માટે 668 મત ગણતરી સ્ટાફ, 464 પોલીસ સ્ટાફ, 65 આરોગ્ય કર્મીઓ સહિત 164 સેવકો ફરજ બજાવશે. એમ રાજ્ય ચૂંટણી આયોગના નોડલ અધિકારી અને નિવાસી અધિક કલેકટર કુલદીપસિંહ ઝાલાએ જણાવાયું હતું.