ભાસ્કર વિશેષ:RTOમાં તમામ કામગીરી હવે ફેસલેસ: માત્ર વાહનના ફિટનેસ અને લાઇસન્સના ટેસ્ટ માટે રૂબરૂ જવું પડશે

વડોદરા9 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ઓનલાઇન સુવિધા માટે મોબાઇલને બદલે આધાર લિંક ઓટીપી કાર્યરત કરાયો

રાજ્ય સરકાર દ્વારા આરટીઓમાં સારથી અને વાહનને લગતી તમામ કામગીરી ફેસલેસ કરી છે. નવું લાઇસન્સ કઢાવવા ટ્રેક પર ટેસ્ટ આપવા સિવાય અન્ય કોઈ કામગીરી માટે નાગરિકોએ આરટીઓનો ધક્કો નહીં ખાવો પડે. આ સાથે આરટીઓએ ઓનલાઇન સુવિધા મોબાઇલ ઓટીપીથી કાર્યરત હતી તે બંધ કરી આધારકાર્ડ લિન્કઅપ ઓટીપીથી કાર્યરત કરી છે. રાજ્યની તમામ આરટીઓમાં સોમવારથી નવી સિસ્ટમ કાર્યરત થઇ છે. જોકે જે વ્યક્તિને મેન્યુઅલી અને આરટીઓમાં રૂબરૂ કાર્યવાહી કરવી હશે તેમને છૂટ અપાઈ છે.

નવી સિસ્ટમ મુજબ આધારકાર્ડ સાથે જે વ્યક્તિનો મોબાઈલ નંબર નોંધાયેલો હશે તેની સાથે જ વાહન માલિકના ડેટા મેચ કરી આધારકાર્ડ સાથે લિંક થયેલા મોબાઈલ નંબર પર ઓટીપી આવશે અને ડેટા વેરીફાઈ થતાં કામગીરી આગળ વધશે. આરટીઓમાં માત્ર વાહનોના ફિટનેસ અને ટેસ્ટ ટ્રેક પર લાઇસન્સ માટેના ટેસ્ટ આપવા જવું પડશે.

એજન્ટના ફોન પર આવતા ઓટીપી બંધ થશે
અગાઉ કેટલીક સેવા ફેસલેસ કરાઇ હતી. તેમાં મોબાઇલ નંબર પર ઓટીપી આવતા હતા. એજન્ટ એક નંબર પર જ કામગીરી કરતા હોવાથી વાસ્તવિક ઉમેદવાર કામ કરે છે કે નહીં તે જાણી શકાતું ન હતું. હવે આ પ્રથા બંધ થશે.

શું મુશ્કેલી થશે?

  • આધારકાર્ડ અને વાહનની આરસી બુકમાં નામ અલગ હશે તો બદલાવ કરવો પડશે.
  • જે મહિલાએ લગ્ન બાદ નામ બદલ્યું હશે અને વાહનમાં અલગ નામ હશે મુશ્કેલી.
  • જેમના આધારકાર્ડમાં મોબાઈલ નંબર લિંક નહીં હોય તેમને મુશ્કેલી થશે.

ખોટું શું થઈ શકે?
મૃત વ્યક્તિનું વાહન તેમનો પરિવાર વારસાઈ કર્યા વિના ખોટી સહી કરી ડોક્યૂમેન્ટ અપલોડ કરે તો તે વાહન વેચી શકે છે. વાહનને લગતા ગુના વધે તેવી શક્યતા છે.

અધિકારીએ સહી કરવાની નથી
ઇ-કેવાયસી શરૂ થયું છે. અન્ય રાજ્યમાંથી ખરીદેલાં અને 15 વર્ષ જૂનાં વાહન માટે RTOમાં આવવાનું રહેશે. આરટીઓ કે જવાબદાર અધિકારીએ સહી કરવાની નહીં રહે, માત્ર એપ્રુવલ અને નોટિંગ કરવાનું રહેશે. - એ.એ. પઠાણ, ઇન્ચાર્જ આરટીઓ

અન્ય સમાચારો પણ છે...