તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સોફ્ટવેરમાં ખામી:RTOનું સોફ્ટવેર ખોટકાતાં 72 કલાક સુધી તમામ કામગીરી ઠપ

વડોદરા22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બેકલોગ વધતાં અરજદારોને ત્રણ દિવસ મોડી એપોઇન્મેન્ટ મળશે
  • શુક્રવારે સાંજે 7 વાગ્યા બાદ ફરી સિસ્ટમ કાર્યરત થતાં કામગીરી રાબેતા મુજબ શરૂ

આરટીઓના વાહન સોફ્ટવેરમાં ખામી સર્જાતા ત્રણ દિવસ વાહનને લગતી તમામ કામગીરી ઠપ થઈ હતી. શુક્રવારે રાત્રે 7 વાગ્યા પછી ફરી સિસ્ટમ કાર્યરત થતા વાહન ધારકોએ હાશકારો અનુભવ્યો હતો. સોફ્ટવેરમાં ટેકનીકલ ક્ષતિ સર્જાવાને પગલે એચપી કેન્સલ એન.ઓ.સી એડ્રેસ ચેન્જ,ઓલ્ટરેશન અને ઓનરશીપ ચેન્જ જેવા તમામ બંધ થયા હતા જેને પગલે હવે આગામી દિવસમાં બેકલોગ વધતા ત્રણ દિવસ મોડી એપાઇન્મેન્ટ મળશે.

વાહન સોફ્ટવેરમાં ટેકનિકલ ક્ષતિ સર્જાવાને પગલે છેલ્લા ત્રણ દિવસથી વાહનના ઓનરશીપ ટ્રાન્સફર ની ફી ભરી શકાતી નથી. રાજ્યના 33 આરટીઓમાં અંદાજે 10000 જેટલા વાહનોની આ કામગીરી ત્રણ દિવસથી ખોરંભે પડી છે. વડોદરામાં વાહન નામફેરની રોજના 250 એપાઇન્મેન્ટ હોય છે. તે મુજબ 3 દિવસમાં 700થી વધુ વાહનચાલકો અટવાઇ પડયા છે.

જુનુ વાહન બીજા વ્યક્તિને વેચ્યા બાદ તેનું આરટીઓમાં નવા માલિકના નામે રજિસ્ટ્રેશન કરાવવાનું હોય છે આ કામગીરી માટેની ફી ને ઓનરશીપ ટ્રાન્સફર ફી ઓળખાય છે. જે ત્રણ દિવસથી ભરી શકાતી નથી જેને પગલે કેટલાય નાગરિકોના વાહનનો વીમો ફરી કરવાની સ્થિતિ સર્જાઈ છે જ્યારે કેટલાય લોકોના પૈસા અટવાયા હોવાનું જાણવા મળે છે. વડોદરાના કેટલાક નાગરિકો દ્વારા આ ક્ષતિ અંગે ટ્રાન્સપોર્ટ કમિશનરને જાણ કરવામાં આવી છે પરંતુ ત્રણ દિવસથી તે અંગે કોઈ કાયર્વાહી થઇ નથી.

વડોદરા આરટીઓ એ. એમ. પટેલે જણાવ્યું હતું કે, અગાઉ લીધેલી એપોઇન્મેન્ટના કામ અત્યારે અમે કરી આપીએ છીએ પરંતુ ટેક્નીકલ ખામી અંગે રાજ્ય સરકાર જ કરી શકે. નાગરિકોને સોફ્ટવેરની ટેકનીકલ ખામીને પગલે ફી નહીં ભરાતા તેમજ એપોઇમેન્ટ નહીં મળતા અટવાવુ પડ્યું હતું. જોકે સારથી સોફ્ટવેરમાં લાઇસન્સ ને લગતી તમામ કામગીરી ચાલુ હતી.

અન્ય સમાચારો પણ છે...