મેયર કોન્ફરન્સ:અયોધ્યામાં ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ઓફ મેયરની કોન્ફરન્સ મળી, વડોદરા સહિત 30 શહેરોના મેયરોએ પોતાના સૂચનો રજૂ કર્યાં

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
વડોદરાના મેયર કેયુર રોકડિયા(ફાઇલ તસવીર) - Divya Bhaskar
વડોદરાના મેયર કેયુર રોકડિયા(ફાઇલ તસવીર)
  • શહેરના વિકાસ તથા નાના મોટા પ્રશ્ન માટે પ્રથમ નાગરિક તરીકે મેયરની જવાબદારી-કેયુર રોકડિયા

1961ના રોજ દિલ્હી ખાતે કેન્દ્રીય સ્વાથ્ય મંત્રાલય દ્વારા કાયદેસરની મિટીંગ બોલાવવા અને મુંબઇના મેયરને તેના પ્રથમ મેયર બનાવવામા આવ્યા અને આ સ્થાને 'ઓલ ઈન્ડીંય કાઉન્સિલ ઓફ મેયર' નામ આપવામાં આવ્યું હતું. આ અગાઉ પણ 1958થી પ્રતિવર્ષ અનૌપચારિક રીતે હૈદરાબાદ મેયરોની મિટીંગ થતી હતી. આ મીટીંગમાં જે ઠરાવો થાય તે કેન્દ્ર સરકારમાં મોકલવામાં આવે છે. દરમિયાન ગઇકાલે રવિવારે અને આજે સોમવારે અયોધ્યા ખાતે ઓલ ઈન્ડિયા મેયર કાઉન્સિલની 111મી મિટીંગ મળી હતી. આ કાર્યક્રમનો શુભારંભ ઉત્તરપ્રદેશના કેબીનેટ અને નગર વિકાસ મંત્રી આશુતોષ ટંડન તથા આચાર્ય મિથિલેશ નન્દિની શરણ દ્વારા કરવામાં આવ્યો હતો . કોન્ફરન્સમાં ભારતના વિવિધ રાજ્યોના મહાનગરોમાંથી 30 જેટલા મેયર હાજર રહ્યા હતા.

કોન્ફરન્સના વિવિધ સત્રો પૈકીના એક સત્રમાં વડોદરાના મેયર કેયુર રોકડિયાએ વડોદરા શહેરમાં ચાલતા વિકાસના કામોની અને કોરોના દરમિયાન કરેલી કામગીરીની બાબતોથી સર્વેને અવગત કર્યા હતા. તેવી રીતે અન્ય મહાનગરોના મેયરોએ પણ પોતાના શહેરના વિકાસના કામોની ચર્ચા કરી હતી. આ દરમિયાન મેયર કેયુર રોકડિયાએ પોતાના સૂચન રજૂ કરતાં જણાવ્યું હતું કે, કોઇપણ શહેરના વિકાસને માટે અને નાના મોટા પ્રશ્ન માટે શહેરના પ્રથમ નાગરિક તરીકે મેયર જવાબદાર હોય છે અને સ્માર્ટ સિટી મિશન પણ એક સ્પેશિયલ પર્પઝ વેહીકલ(SPV) થકી શહેરના વિકાસના જ કાર્ય કરે છે, ત્યારે આ કંપની દ્વારા શહેર વિકાસના કાર્યો નક્કી થતાં હોય તો તેમાં મેયરનો રોલ હોવો જોઈએ.

તદુપરાંત સમગ્ર દેશમાં જીએસટી જેવા સમાન કાયદા લાવ્યા, વન નેશન વન રેશનકાર્ડ જેવા નિયમો લાગુ થઈ ગયા છે ત્યારે મેયરોની મુદત ઘણા રાજ્યોમાં એક વર્ષ, અઢી વર્ષ અને ઘણી જગ્યાએ પાંચ વર્ષની છે, એટલું જ નહીં પણ મેયરની ચૂંટણીની પદ્ધતિ પણ અલગ અલગ છે. ધણી જગ્યાએ લોકો સીધા મેયરની ચૂંટણીમા મત આપી વિજેતા કરે છે, જ્યારે ઘણી જગ્યાએ ચૂંટાયેલા સભાસદો પૈકી એકને મેયર તરીકે ચૂંટાતા હોય છે. આ બાબતમાં પણ આખા દેશમાં સમાન ધારાધોરણ અને પદ્ધતિ અમલવીરી કરવી જોઈએ.

શુદ્ધ પીવાના પાણી, ગંદા પાણીનો નિકાલ અને રખડતા ઢોર જેવા મુદ્દાઓ પર એક સમાન પોલીસી દેશમાં હાલ હોવી જોઈએ. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાના વડા તરીકે મેયરોને વધુ સત્તા મળવી જોઈએ. કોન્ફરન્સ બાદ તમામ મેયરએ રામ જન્મસ્થળ, હનુમાનગઢી તથા સરયુ નદીના દર્શન કર્યાં હતા.

અન્ય સમાચારો પણ છે...