સોખડા જૂથવાદ વિવાદ:તમામ ચાર સંતોએ કબૂલ્યું કે, ‘અનુજને અમે જ માર માર્યો છે’, મનહર પટેલ સહિત કુલ સાતના નિવેદન લેવાયા

વડોદરા5 મહિનો પહેલા
  • કૉપી લિંક
ભોગ બનનાર - અનુજ ચૌહણ - Divya Bhaskar
ભોગ બનનાર - અનુજ ચૌહણ

તાલુકા પોલીસે આ સમગ્ર ઘટનાના વિડિયો ફુટેજના આધારે પ્રેમસ્વરૂપ સ્વામી જૂથના ચાર સંતો પ્રભુપ્રિય સ્વામી, ભક્તિવલ્લભ સ્વામી, સ્વામીસ્વરૂપ સ્વામી અને હરિસ્મરણ સ્વામીની પૂછપરછ કરતા તેમને કબુલ્યું હતું કે, એકાઉન્ટ વિભાગમાં કામ કરતા અનુજ ચૌહાણ નામના સેવકને તેમને માર્યો હતો.

સંતોએ તેનું કારણ આપતા જણાવ્યું હતું કે, મહિલાઓનું અનુજ રેકોર્ડીંગ કરી રહ્યો હોવાની અમને શંકા ગઈ હતી.પોલીસે આ ચાર સંતોને વિડિયોમાં જે દેખાવ છો તે તમો જ છો ? તેવો પ્રશ્ન પુછતા સંતોએ વિડિયોમાં તેઓ જ હોવાનું કબુલ્યું હતું. પોલીસે સેવકને મારમારનાર મનહર પટેલ ઉપરાંત વિડિયોમાં દેખાતા બીજા વ્યક્તિઓ મળીને કુલ 7 ના નિવેદનો નોંધ્યા હતાં. ઉલ્લેખનિય છે કે, આ ઘટનામાં હજુ સુધી એફ.આઈ.આર નોંધવામાં આવી નથી.

મને ન્યાય જોઈએ છે : અનુજ ચૌહણ
અનુજ ચૌહાણે બુધવારે સોશીયલ મીડીયામાં વિડિયો પોસ્ટ કરી જણાવ્યું હતું કે, મને માર મારવામાં આવ્યો છે તે મને જરા પણ ક્ષમા યોગ્ય લાગતો નથી.હું ઈચ્છું છુ કે મને ન્યાયિક પ્રણાલીકા પ્રમાણે જ ન્યાય મળે અને તે પ્રમાણે જ કાર્યવાહી આગળ થાય. તમામ કરણી સમાજ મારી સાથે છે જેના પર મને ગર્વ છે.

અન્ય સમાચારો પણ છે...