શિક્ષણ:તમામ ડીન પાસે વર્ગ સહિતની માહિતી મગાવાઇ સોશિયલ ડિસ્ટન્સ સાથે પરીક્ષા લેવા આયોજન

વડોદરા3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

એમ.એસ.યુનિવર્સિટીમાં 20 મી જુલાઈથી પરીક્ષા લેવા માટેનો નિર્ણય કરવામાં આવ્યો છે. યુનિવર્સિટી સત્તાધીશો દ્વારા તમામ ફેકલ્ટી ડીન પાસેથી બિલ્ડિંગોમાં કેટલા ક્લાસમાં આવ્યા છે અને કેટલી બેન્ચીસ છે, તે તમામ વિગતો ગુગલ ફોર્મ દ્વારા મંગાવવામાં આવી છે. કોરોના મહામારી વચ્ચે યુનિવર્સિટી સત્તાધીશોએ છેલ્લા સેમેસ્ટરમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાનું નક્કી કર્યું છે.

એક સાથે કેટલા વિદ્યાર્થીઓની પરીક્ષા લઈ શકાય તથા ક્લાસરૂમમાં સોશિયલ ડીસ્ટન્સ જળવાઈ રહે તે માટે વિગતો એકત્રીત કરવાની શરૂઆત કરવામાં આવી છે. યુનિવર્સિટી દ્વારા બનાવવામાં આવેલા સેલ દ્વારા યુનિવર્સિટીના તમામ ફેકલ્ટી ડીન તથા પ્રિન્સીપાલ પાસે ગુગલ ફોર્મ ના માધ્યમથી વિગતો મંગાવી છે. જે તે ફેકલ્ટીના ડીન દ્વારા પોતાની ફેકલ્ટીમાં કેટલા બિલ્ડિંગો આવ્યા છે. તેમાં કેટલા ક્લાસરૂમ આવ્યા છે. ક્લાસરૂમમાં કેટલી બેન્ચીસ છે. કુલ કેટલી બેન્ચીસ બિલ્ડિંગમાં થાય છે. તે તમામની વિગતો ૩૦મી સુધીમાં  મોકલવાની રહેશે.

અન્ય સમાચારો પણ છે...