તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લવ જેહાદ:ગોરવાના હબીબની દિવસભર પૂછપરછ

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સમીર કુરેશી અને યુવતીના નિકાહ હબીબના ઘરે થયા હતા

શહેરના ચકચારી લવ જેહાદ કેસમાં પીડિતાનું બળજબરીથી ધર્મ પરિવર્તન કરાવી નિકાહ કરવાના મુદ્દે પોલીસે જે વ્યક્તિના ઘેર નિકાહ થયા હતા તે ગોરવાના હબીબ રાઠોડ અને અન્ય 2 સાક્ષીઓની બુધવારે દિવસભર પુછપરછ કરી નિવેદનો લીધા હતા. પોલીસ સમક્ષ રજુ કરાયેલા સોગંદનામાની તપાસ કરવા માટે પોલીસે નોટરીને પણ બોલાવી પુછપરછ કરી હતી.

ગોત્રીના લવ જેહાદ કેસમાં બળજબરીથી ધર્મ પરિવર્તન કરીને નિકાહ કરાવાયા હોવાના મુદ્દે પોલીસ તપાસ કરી રહી છે અને આ મુદ્દે જે વ્યક્તિના ઘેર નિકાહ કરાયા હતા તે ગોરવાના હબીબ શેખને પોલીસે બુધવારે બોલાવ્યો હતો અને દિવસભર તેની પુછપરછ કરી હતી. આ ઉપરાંત નિકાહના 2 સાક્ષી ઇર્શાદ શેખ અને મહેબુબ શેખને પણ પોલીસે બોલાવી પુછપરછ કરી ત્રણેયના નિવેદન લીધા હતા. ત્રણેય જણાએ નિકાહ વખતે યુવતીના માતા પિતા હાજર હોવાનું પોલીસને જણાવ્યું હતું. કાજીએ રજુ કરેલા સોગંદનામાઓની તપાસ કરવા માટે પોલીસે નોટરી જયેન્દ્ર રાણાની પણ પુછપરછ કરી નિવેદન લીધું હતું.

અન્ય સમાચારો પણ છે...