તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
વડોદરા શહેરમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. શનિવારે એક જ દિવસમાં સયાજી હોસ્પિટલમાં કોરોનના 85 દર્દીઓને એડમિટ થતાં કોવિડ વોર્ડના તમામ 575 બેડ હાઉસફુલ થઇગયા છે. જેને પગલે સયાજી હોસ્પિટલમાં રાતોરાત વધુ 25 બેડની વ્યવસ્થા કરવામાં આવી છે. ફરજ પરના ખાસ અધિકારી ડો.વિનોદ રાવે આજે બેઠક બોલાવી હતી અને બેઠક બાદ તેઓએ જણાવ્યું હતું કે, વડોદરા શહેરમાં કોવિડ હોસ્પિટલમાં બેડની સંખ્યા 8 હજારથી વધારીને 10 હજાર કરવામાં આવશે.
ધીરજ હોસ્પિટલ ખાતે 100 બેડ કાર્યરત કરાયા
ફરજ પરના ખાસ અધિકારી ડો.વિનોદ રાવે જણાવ્યું હતું કે, ધીરજ હોસ્પિટલ ખાતે 100 બેડ કાર્યરત કરાયા છે, જે પૈકી 15 બેડમાં વેન્ટિલેટર પણ શરૂ કરાયા છે. આ ઉપરાંત 108 એમ્બ્યુલન્સની સેવાઓને વધુ ઝડપી બનાવવામાં આવશે. ગોત્રી હોસ્પિટલમાં કોરોનાની સારવાર માટેની સુવિધા વધારવામાં આવી રહી છે અને સયાજી અને ગોત્રી હોસ્પિટલમાંથી પાયોનિયર અને સુમનદીપ કેમ્પસમાં દર્દીઓને મોકલવામાં આવી રહ્યા છે. આ બંને કેમ્પસમાં તમામ સુવિધાઓ ઉભી કરવામાં આવી છે
ખાસ ફરજ પરના અધિકારી અને ટીમ સાથે રાજ્યના ખોરાક અને ઔષધ કમિશનરની બેઠક
ખાસ ફરજ પરના અધિકારી અને શિક્ષણ સચિવ ડો.વિનોદ રાવે રાજ્યના ખોરાક અને ઔષધ કમિશ્નર ડો.હેમંત કોશિયાને વડોદરાની મુલાકાત લેવા અને કોવિડની સારવાર માટે જરૂરી ઓક્સિજન, દવાઓ, ઇન્જેક્શન અને સાધન સામગ્રી નો પુરવઠો અવિરત મળતો રહે તેની સમીક્ષા કરવા અનુરોધ કર્યો હતો. તેના અનુસંધાને આજે સયાજી હોસ્પિટલમાં તેમની સાથે અને ઓક્સિજનના સ્થાનિક ઉત્પાદકો અને પુરવઠાકારો સાથે સંયુક્ત બેઠક યોજાઈ હતી. જેમાં આગામી દિવસોમાં સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં માંગ વધે તો પણ પૂર્ણ પુરવઠો જાળવી રાખવાનું વિગતવાર આયોજન બેઠકમાં કરાયું હતું. ડો.કોશિયાએ સરકારી અને ખાનગી દવાખાનાઓમાં રેમડેસિવિર અને અન્ય દવાઓ, તબીબી સાધન સામગ્રીની સરળ ઉપલબ્ધિ અંગે બેઠકમાં આશ્વસ્ત કર્યાં હતા.
હાલ ઓક્સિજનનો કોઇ પ્રોબ્લમ નથી
વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, હાલ ઓક્સિજનનો કોઇ પ્રોબ્લમ નથી. આવનારા દિવસોમાં પણ પ્રોબ્લમ નહીં આવે તેવા પ્રયાસ થઇ રહ્યા છે અને બેડની શોર્ટેઝ નહીં આવે તે પણ અમે નક્કી કરીશું.
ગોત્રી હોસ્પિટલ ખાતે કોવિડ ઓપીડી માં 11 પથારીનું ટ્રાયેજ શરૂ કરવામાં આવ્યું
ગોત્રી હોસ્પિટલ ખાતે કોવિડ વિભાગ ઓપીડીમાં દર્દીઓની સુવિધા સુધારણા માટે ઓક્સિજન સહિત 11 પથારીઓનું ટ્રાયેજ તાત્કાલિક શરૂ કરવામાં આવ્યું છે. ખાસ ફરજ પરના અધિકારી અને શિક્ષણ સચિવ ડો.વિનોદ રાવે આજે બેઠક યોજીને વિગતવાર સમીક્ષા કરી હતી. તેમણે તમામ અધિકારીઓ પાસેથી વિગતવાર પ્રતિભાવો મેળવી ઉકેલ આણ્યો હતો. હાલમાં અહી 100 બેડ અને 50 વેન્ટિલેટર ઉપલબ્ધ છે. ડો.રાવે ટીમ ગોત્રીની દર્દીઓને શ્રેષ્ઠ સેવા આપવાની કટિબદ્ધતાને બિરદાવી છે.
વડોદરામાં આજે વેક્સિનેશન બંધ
વડોદરામાં હાલ 34 અર્બન હેલ્થ સેન્ટરમાં વેક્સિનેશન પ્રોગ્રામ ચાલી રહ્યાં છે. જ્યારે વધુ વેક્સિનનો જથ્થો રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવતા શહેરમાં આગામી સમયમાં વધુ વેક્સિનેશન સેન્ટર ખોલવામાં આવશે. વેક્શિનેશન પ્રોગ્રામમાં વડોદરા રાજ્યમાં બીજા નંબરે છે તેમ રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતીન પટેલે જણાવ્યું હતું. તો બીજી તરફ શનિવારે જ શહેરમાં રસીનો જથ્થો ખૂટી પડતા આજે રવિવારે તમામ સેન્ટરો પર વેક્સિનેશન બંધ રાખવાની ફરજ પડી હોવાની વિગતો પ્રકાશમાં આવી છે. આજે સાંજ સુધીમાં નવો જથ્થો આવતા સોમવારથી રાબેતા મુજબ રસીકરણ શરૂ થઇ શકશે.
પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.