• Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • All 42 Ambulances And Staff Of Jeevanrakshak 108 Service In Vadodara Will Be On Standby, Appealed To Contact 108 Immediately In Case Of Injury.

ઉત્તરાયણની તૈયારી:વડોદરામાં જીવનરક્ષક 108 સેવાની તમામ 42 એમ્બ્યુલન્સ અને સ્ટાફ ખડેપગે રહેશે, ઇજા થાય તો તુરંત 108નો સંપર્ક કરવા અપીલ કરી

વડોદરા14 દિવસ પહેલા
  • કૉપી લિંક
વડોદરા 108 એમ્બ્યુલન્સની ટીમ - Divya Bhaskar
વડોદરા 108 એમ્બ્યુલન્સની ટીમ
  • પાટાપિંડી માટે જરૂરી સાધન સામગ્રીનો જથ્થો વધારવામાં આવ્યો

પતંગ ચગાવવાની મજા માણતી વખતે અસાવધાની રાખવાથી દોરીથી થતી ઇજાઓ અને પડવા વાગવાની ઇજાઓ થાય છે અને ઉત્તરાયણ લોહિયાળ અને ક્યારેક જીવલેણ બને છે. તેમાં રસ્તે ચાલતા જતાં રાહદારીઓ અને વાહન ચાલકોના ગળા અને શરીરના અન્ય ભાગમાં ધારદાર દોરી ઘસાવાથી થતી ઈજાઓ તેના પ્રમાણમાં વધારો કરે છે, તેને અનુલક્ષીને વડોદરા શહેર અને જિલ્લામાં કાર્યરત 108 જીવન રક્ષક સેવાની તમામ 42 એમ્બ્યુલન્સ અને તેના સ્ટાફને ખડેપગે રાખવામાં આવ્યો છે.

પાટાપિંડી માટે જરૂરી સાધન સામગ્રી વધારવામાં આવી
વડોદરા 108 સેવાના મેનેજર નિલેશ ભરપોડાએ જણાવ્યું હતું કે, અમારા જીવન રક્ષક વાહનોમાં ઈજાગ્રસ્તોના શરીરમાંથી વહેતું લોહી અટકાવવા અને ઈજાને વકરતી રોકવા માટે જરૂરી પાટાપિંડીની સાધન સામગ્રી ઉપલબ્ધ જ હોય છે અને સ્ટાફ પણ તેની તાલીમ પામેલો હોય છે. જો કે, ઉત્તરાયણ એવો તહેવાર છે કે, જેમાં પડવા અને વાગવાથી અને ધારદાર દોરીથી શરીરના અંગો કપાઈ જવાથી થતી ઇજાઓનું પ્રમાણ સામાન્ય દિવસો કરતાં સારું એવું વધી જાય છે. તેને અનુલક્ષીને પ્રત્યેક વાહનમાં સ્વચ્છ રૂના ગાભા સહિત ડ્રેસિંગ મટીરીયલ અને આઇવી ફ્લુડ ઇત્યાદિનો સારો એવો વધારાનો જથ્થો રાખવામાં આવ્યો છે.

સ્ટાફની રજાઓ મોકૂફ
આ પર્વમાં કોલનું પ્રમાણ વધવું એ સામાન્ય બાબત છે. એટલે તમામ વાહનોને સેવા માટે રાત દિવસ તૈયાર રાખવા સ્ટાફની રજાઓ હાલમાં મોકૂફ રાખવામાં આવી છે. કોવિડના કેસોમાં વધારાને અનુલક્ષીને આ તકેદારી લેવામાં આવી જ હતી. જો કે, હાલમાં કોવિડ કોલ જવલ્લેજ આવે છે. કારણ કે પોઝિટિવ દર્દીઓને દવાખાનામાં દાખલ થવાની જરૂર પડે એવી સ્થિતિ ઓછી જોવા મળે છે.

દરેક વાહનમાં સર્વાઇકલ બેલ્ટ રાખવામાં આવ્યા છે
મોટી જિલ્લા હોસ્પિટલમાં પણ જે ક્યારેક જ ઉપલબ્ધ હોય છે તેવા અને ગરદનની ઇજાઓમાં ખૂબ ઉપયોગી સર્વાઇકલ બેલ્ટ તમામ 42 વાહનોમાં રાખવામાં આવ્યા છે. દોરીથી ગળું કપાઈ જાય ત્યારે વહેતા લોહીનું પ્રમાણ વધે નહીં અને ઇજા વકરે નહીં તે માટે ઈજાગ્રસ્તની ગરદન સ્થિર રાખવી જરૂરી છે અને આ બેલ્ટ તેમાં કામ આવે છે. એટલે આ ખૂબ અગત્યના જીવન રક્ષક સાધનથી પણ વાહનો સજ્જ છે.

ગરદન દોરાથી કપાય જાય ત્યારે તાત્કાલિક શું કરવું જોઈએ
ધારદાર દોરીથી હાથની આંગળીઓ કે શરીરના અન્ય ભાગો અને ગરદનને ઇજા થાય ત્યારે તાત્કાલિક તો સ્વચ્છ કપડાંથી પાટો બાંધી વહેતું લોહી અટકાવવાનો પ્રયત્ન કરવાની સાથે વાહનની સુવિધા હોય તો ઈજાગ્રસ્તને નજીકના દવાખાને લઈ જવો જોઈએ અને જરૂર જણાય તો 108ને તુરંત કોલ કરવો જોઈએ.

ઉત્તરાયણમાં સાવચેત રહેવું જોઈએ
ઉત્તરાયણ આનંદનું પર્વ છે. ખાસ કરીને બાળકોને ઘેલા કરતો તહેવાર છે, ત્યારે પતંગ ઉડાડતા બાળકોને ઈજાથી કે પડવાથી બચાવવા માટે સચેત અને સાવચેત રહેવું જોઈએ. નજીકમાંથી વીજ પ્રવાહ પસાર થતો હોય તો તેનાથી દૂર રહેવા/ રાખવાની તકેદારી રાખવી જોઈએ. સલામત ઉત્તરાયણ વધુ આનંદ આપનારી બની રહે છે.

અન્ય સમાચારો પણ છે...