શોધખોળ:અલકાપુરીની હોટલનું 2.60 લાખ ભાડુંચૂકવ્યા વગર શખ્સ છુમંતર

વડોદરા5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મિનિસ્ટ્રી ઓફ લો એન્ડ જસ્ટિસમાં કામ કરતો હોવાનો રોફ માર્યો
  • મંદિરે જવાનું કહી જતો રહેતાં હોટલ કર્મીઓએ શોધખોળ કરી

અલકાપુરીની સંપતરાવ કોલોનીમાં આવેલ ક્લાકર્સ કલેકશન હોટલમાં બે માસ જેટલું રોકાઇને 2.60 લાખ રુપીયાનું ભાડુ ચુકવ્યા વગર મુંબઇના થાણેનો શખ્સ ફરાર થઇ જતાં હોટેલના જનરલ મેનેજરે પોલીસમાં ફરીયાદ નોંધાવી હતી. સંપતરાવ કોલોનીની ક્લાકર્સ કલેકશન હોટલના જનરલ મેનેજર ત્રિકમ પંચાલે ગોત્રી પોલીસમાં મુંબઇના થાણેના જય વિનોદ મહેતા નામના શખ્સ સામે ફરીયાદ નોંધાવતાં જણાવ્યું હતું કે ગત 26 ઓકટોબરે તેમની હોટલમાં જય વિનોદ મહેતા અને તેની સાથે પ્રિતી કરણ જોશી 6 વર્ષની બાળકી સાથે આવ્યા હતા અને રહેવા માટે રુમ માંગી હતી.

જય મહેતાઓ પોતે સ્ટેટ કમ્પલેન ઓથોરીટી ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટીસ મિનીસ્ટ્રી ઓફ લો એન્ડ જસ્ટીસમાં કમિશન એપોઇન્ટમેન્ટ કો ઓર્ડીનેટર તરીકે કામ કરું છું અને 2 દિવસ રોકાવાનો છું તેમ કહી એડવાન્સ 4800 આપતાં રિસેપ્શનીસ્ટે તેમને રુમ ફાળવી આપી હતી. 19 દિવસ રહી ભાડૂ આપ્યા વગર જય મહેતાએ મંદીરે જઇને આવું છું તેમ કહી જતો રહ્યો હતો. હોટલ કર્મીએ તેને ફોન કરતાં તે શોપીંગ કરીને આવું છું તેમ કહી જતો રહ્યો હતો જેથી હોટેલના કર્મીઓએ મંદીર, મોલ સહિતના સ્થળોએ તપાસ કરી હતી પણ તે મળ્યો ન હતો.

તે 26 ઓકટોબરથી 13 ડીસેમ્બર સુધી રોકાયો હતો અને ભાડુ 269278 થયા હતા તેમાંથી તેણે 9278 આપ્યા હતા જેથી 2.60 લાખનું ભાડુ ચુકવ્યા વગર જ તે જતો રહ્યો હતો. તેણે હોટેલના કર્મીઓને ધાકધમકી આપી પોતે સરકારી નોકર હોવાનો રોફ માર્યો હતો.

મેનેજરને પણ 25 હજારનો ચૂનો ચોપડ્યો
ફરીયાદમાં જણાવ્યા મુજબ જય મહેતાએ હોટલના મેનેજર જયદીપને વિશ્વાસમાં લઇને મારી પત્નીને બ્રેસ્ટ કેન્સર છે તેમ કહી મેડીકલ ઇમરજન્સી બતાવી તથા કેફે ખોલવા માટે લાયસંસ અપાવી દઇશ તેમ કહી તેમની પાસેથી પણ 25 હજાર લીધા હતા અને 2 દિવસમાં પૈસા આવી જશે તો તમને આપી દઇશ તેમ કહ્યું હતું પણ તેમને પણ પૈસા આપ્યા ન હતા.

ચેન્નઇની હોટેલ હોલીડે ઇન સાથે પણ ઠગાઇ
જય મહેતા હોટેલમાંથી ભાગી ગયા બાદ હોટેલના કર્મીઓએ તેની રુમ ખોલીને ચેક કરતાં રુમમાંથી ચેન્નઇની હોલીડે ઇન હોટલની ચાવી મળી હતી જેથી તે હોટલમાં પણ તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે જય મહેતાએ આ હોટલ સાથે પણ ખોટી ઓળખ આપી છેતરપીંડી કરી છે . પોલીસે આ મામલે પણ તપાસ આદરી હતી.

અન્ય સમાચારો પણ છે...