તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાલાકી:આગની ઘટનાના 10 દિવસ બાદ હજી પણ અલકાપુરી ગરનાળું બંધ

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
આગ લાગ્યાના 10 દિવસ પછી પણ અલકાપુરી ગરનાળું શરૂ ન કરવામાં આવતાં લોકોને મુશ્કેલી પડી રહી છે. - Divya Bhaskar
આગ લાગ્યાના 10 દિવસ પછી પણ અલકાપુરી ગરનાળું શરૂ ન કરવામાં આવતાં લોકોને મુશ્કેલી પડી રહી છે.

અલકાપુરી ગરનાળામાં 28 એપ્રિલે લાગેલી આગ બાદ 10 દિવસ થવા છતાં ગરનાળું ખુલ્લું મૂકાયું નથી, જેના કારણે રોજ 25 હજારથી વધુ વાહનોની અવરજવરમાં મુશ્કેલી પડી રહી છે. મ્યુ. કમિશનરે ઘટનાના બીજા દિવસે 24થી 48 કલાકમાં ગરનાળું ફરી કાર્યરત કરવાની કરી હતી, પરંતુ પાલિકા અને એડ એજન્સી વચ્ચેની મડાગાંઠને પગલે ગરનાળું શરૂ થઈ શક્યું નથી.

બીજી તરફ રેલવેની કમિટીએ 2 દિવસ અગાઉ ગરનાળાની સ્ટ્રેન્થ અંગેનો રિપોર્ટ સુપરત કરાતાં ડીઆરએમ અમિતકુમાર દ્વારા ગરનાળું વાહન વ્યવહાર માટે સુરક્ષિત હોવાનું કોર્પોરેશનને જણાવ્યું છે.જ્યારે કોર્પોરેશનના ફ્યૂચરિસ્ટિક વિભાગે ગરનાળાનું બ્યૂટિફિકેશન કરવા સન આઉટડોરને ટેન્ડર એલર્ટ કર્યું હતું.

ફ્યૂચરિસ્ટિક વિભાગના કાર્યપાલક ઇજનેર રાજેશ ચૌહાણે જણાવ્યું હતું કે, તેઓ 2 દિવસમાં કામગીરી નહીં કરે તો અમે કાર્યવાહી કરીશું. જ્યારે સન આઉટડોરના પ્રિતેશ શાહે જણાવ્યું કે, 2 દિવસ અગાઉ અમારા માણસો દ્વારા સફાઈ કરાવાઈ છે. ગરનાળું કેમ ખુલ્લું નથી મુકાયું એ અમારો વિષય નથી. અમે રિનોવેશન કરવાની પણ તૈયારી દર્શાવી છે.

અન્ય સમાચારો પણ છે...